________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
सकलपुद्गलविकल्पोपसंहारोऽयम्।
इन्द्रियविषयाः स्पर्शरसगंधवर्णशब्दाश्च , द्रव्येन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि, काया: औदारिकवैक्रियकाहारकतैजसकार्मणानि, द्रव्यमनः, द्रव्यकर्माणि, नोकर्माणि, विचित्र-पर्यायोत्पत्तिहेतवोऽनंता अनंताणुवर्गणाः, अनंता असंख्येयाणुवर्गणाः, अनंता संख्येयाणुवर्गणाः व्यणुकस्कंधपर्यंताः, परमाणवश्च, यदन्यदपि मूर्तं तत्सर्वं पुद्गलविकल्पत्वेनोपसंहर्तव्य-मिति।।८।।
-इति पुद्गलद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्। બીજું જે કાંઈ [ મૂર્ત ભવતિ] મૂર્ત હોય [ તત્ સર્વ ] તે સઘળું [ પુત્રીનં નાનીયાત ] પુદ્ગલ જાણો.
ટીકાઃ- આ, સર્વ પુદ્ગલભેદોનો ઉપસંહાર છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દરૂપ (પાંચ) ઇંદ્રિયવિષયો, સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ ને શ્રોત્રરૂપ (પાંચ) દ્રલેંદ્રિયો. ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ ને કાર્યણરૂપ (પાંચ) કાયો. દ્રવ્યમન, દ્રવ્યકર્મો, નોકર્મો, વિચિત્ર પર્યાયોની ઉત્પત્તિના હેતુભૂત (અર્થાત્ અનેક પ્રકારના પર્યાયો ઊપજવાના કારણભૂત) *અનંત અનંતાણુક વર્ગણાઓ, અનંત અસંખ્યાતાણુક વર્ગણાઓ અને દ્વિ-અણુક સ્કંધ સુધીની અનંત સંખ્યાતાણુક વર્ગણાઓ તથા પરમાણુઓ, તેમ જ બીજું પણ જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુગલના ભેદ તરીકે સંકેલવું.
ભાવાર્થ- વીતરાગ અતીન્દ્રિય સુખના સ્વાદથી રહિત જીવોને ઉપભોગ્ય પંચંદ્રિયવિષયો, અતીન્દ્રિય આત્મસ્વરૂપથી વિપરીત પાંચ ઈદ્રિયો, અશરીર આત્મ પદાર્થની પ્રતિપક્ષભૂત પાંચ શરીરો, મનોગત-વિકલ્પજાળરહિત શુદ્ધજીવાસ્તિકાયથી વિપરીત મન, કર્મરહિત આત્મદ્રવ્યથી પ્રતિકૂળ આઠ કર્મો અને અમૂર્ત આત્મસ્વભાવથી પ્રતિપક્ષભૂત બીજાં પણ જે કાંઈ મૂર્ત હોય તે બધું પુદ્ગલ જાણો.
આ રીતે પુદ્ગલદ્રભાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* લોકમાં અનંત પરમાણુની બનેલી વર્ગણાઓ અનંત છે, અસંખ્યાત પરમાણુની બનેલી વર્ગણાઓ
પણ અનંત છે અને (દ્ધિ-અણુક સ્કંધ, ત્રિ-અણુક સ્કંધ ઇત્યાદિ) સંખ્યા પરમાણુની બનેલી વર્ગણાઓ પણ અનંત છે. (અવિભાગી પરમાણુઓ પણ અનંત છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com