________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૩
एकेन प्रदेशेन व्यादिप्रदेशाभावादात्मादिनात्ममध्येनात्मांतेन न सावकाशः। एकेन प्रदेशेन स्कंधानां भेदनिमित्तत्वात् स्कंधानां भेत्ता। ऐकन प्रदेशेन स्कंधसंघातनिमित्तत्वात्स्कंधानां कर्ता एकेन प्रदेशेनैकाकाशप्रदेशातिवर्तितद्गतिपरिणामापन्नेन समयलक्षणकालविभागकरणात् कालस्य प्रविभक्ता। एकेन प्रदेशेन तत्सूत्रत्रितव्यादिभेदपूर्विकायाः स्कंधेषु द्रव्यसंख्यायाः एकेन प्रदेशेन तदवच्छिन्नैकाकाशप्रदेश
અનવકાશ નથી; તે ખરેખર એક પ્રદેશ વડે (તેનામાં) દ્વિ-આદિ પ્રદેશોનો અભાવ હોવાથી, પોતે જ આદિ, પોતે જ મધ્ય અને પોતે જ અંત હોવાને લીધે (અર્થાત્ નિરંશ હોવાને લીધે), સાવકાશ નથી; તે ખરેખર એક પ્રદેશ વડ સ્કંધોના ભેદનું નિમિત્ત હોવાથી (અર્થાત્ સ્કંધના વીખરાવાનું- તૂટવાનું નિમિત્ત હોવાથી) સ્કંધોનો તોડનાર છે; તે ખરેખર એક પ્રદેશ વડ સ્કંધના સંઘાતનું નિમિત્ત હોવાથી (અર્થાત્ સ્કંધના મળવાનું -રચાવાનું નિમિત્ત હોવાથી) સ્કંધોનો કરનાર છે; તે ખરેખર એક પ્રદેશ વડે – કે જે એક આકાશપ્રદેશને અતિક્રમનારા (ઓળંગનારા) તેના ગતિપરિણામને પામે છે તેના વડે-“સમય” નામનો કાળનો વિભાગ કરતો હોવાથી કાળનો વિભાગનાર છે તે ખરેખર એક પ્રદેશ વડે સંખ્યાનો પણ વિભાગનાર છે કારણ કે (૧) તે એક પ્રદેશ વડે તેનાથી રચાતા બે વગેરે ભેદોથી માંડીને (ત્રણ અણુ, ચાર અણુ, અસંખ્ય અણુ ઇત્યાદિ) દ્રવ્યસંખ્યાના વિભાગ સ્કંધોને વિષે કરે છે, (૨) તે એક પ્રદેશ વડે તેના જેટલી મર્યાદાવાળા એક “'આકાશપ્રદેશ” થી માંડીને (બે આકાશપ્રદેશ, ત્રણ આકાશપ્રદેશ, અસંખ્ય આકાશપ્રદેશ ઇત્યાદિ) ક્ષેત્ર સંખ્યાના
૧. વિભાગનાર = વિભાગ કરનાર; માપનાર. [ સ્કંધોને વિષે દ્રવ્યસંખ્યાનું માપ (અર્થાત્ તેઓ કેટલા
અણુઓના પરમાણુઓના બનેલા છે એવું મા૫) કરવામાં અણુઓની-પરમાણુઓની-અપેક્ષા આવે છે, એટલે કે તેનું માપ પરમાણુ દ્વારા થાય છે. ક્ષેત્રના માપનો એકમ “આકાશપ્રદેશ” છે અને આકાશપ્રદેશની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે, તેથી ક્ષેત્રનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. કાળના માપનો એકમ “સમય” છે અને સમયની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે; તેથી કાળનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. જ્ઞાનભાવના ( જ્ઞાનપર્યાયના) માપનો એકમ “પરમાણુમાં પરિણમતા જઘન્ય વર્ણાદિભાવને જાણે તેટલું જ્ઞાન છે અને તેમાં પરમાણુની અપેક્ષા આવે છે; તેથી ભાવનું ( જ્ઞાનભાવનું) માપ પણ પરમાણુ દ્વારા થાય છે. આ પ્રમાણે પરમાણુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
ને ભાવ માપવામાં ગજ સમાન છે] ૨. એક પરમાણુપ્રદેશ જેવડા આકાશના ભાગને (ક્ષેત્રને) “આકાશપ્રદેશ' કહેવામાં આવે છે. આ
આકાશપ્રદેશ” તે ક્ષેત્રનો “એકમ’ છે. [ ગણતરી માટે, કોઈ વસ્તુના જેટલા પરિમાણને “એક માપ” સ્વીકારવામાં આવે, તેટલા પરિમાણને તે વસ્તુનો ‘એકમ' કહેવામાં આવે છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com