________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
શ:
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
शब्दस्य पद्गलस्कंधपर्यायत्वख्यापनमेतत्।
इह हि बाह्यश्रवणेन्द्रियावलम्बितो भावेन्द्रियपरिच्छेद्यो ध्वनिः शब्दः । स खलु स्वरूपेणानंतपरमाणूनामेकस्कंधो नाम पर्यायः । बहिरङ्गसाधनीभूतमहास्कंधेभ्यः तथाविधपरिणामेन समुत्पद्यमानत्वात् स्कंधप्रभवः, यतो हि परस्पराभिहतेषु महास्कंधेषु समुपजायते। किं च स्वभावनिर्वृत्ताभिरेवानंतपरमाणुमयीभिः शब्दयोग्यवर्गणाभिरन्योन्यमनुप्रविश्य समंततोऽभिव्याप्य पूरितेऽपि सकले लोके । यत्र यत्र बहिरङ्गकारणसामग्री समदेति तत्र तत्र ताः शब्दत्वेनस्वयं व्यपरिणमंत इति शब्दस्य
(શબ્દ) નિયતપણે ઉત્પાધ છે.
[ ૧૨૧
ટીકા:- શબ્દ પુદ્દગલસ્કંધપર્યાય છે એમ અહીં દર્શાવ્યું છે.
૧
આ લોકમાં, બાહ્ય શ્રવણેંદ્રિય વડે અવલંબિત ભાવેંદ્રિય વડે જણાવાયોગ્ય એવો જે ધ્વનિ તે શબ્દ છે. તે (શબ્દ) ખરેખર સ્વરૂપે અનંત પરમાણુઓના એકસ્કંધરૂપ પર્યાય છે. બહિરંગ સાધનભૂત (-બાહ્ય-કારણભૂત) મહાસ્કંધો દ્વારા તથાવિધ પરિણામે (શબ્દપરિણામે ) ઊપજતો હોવાથી તે સ્કંધજન્ય છે, કારણ કે મહાકંધો પરસ્પર અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છેઃ- એકબીજામાં પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વભાવનિષ્પન્ન જ (-પોતાના સ્વભાવથી જ બનેલી ), અનંતપરમાણુમયી શબ્દયોગ્યવર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં જ્યાં જ્યાં બહિરંગકારણસામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ શબ્દપણે સ્વયં પરિણમે છે; એ રીતે શબ્દ નિત્યતપણે
૧. શબ્દ શ્રવણેંદ્રિયનો વિષય છે તેથી તે મૂર્ત છે. કેટલાક લોકો માને છે તેમ શબ્દ આકાશનો ગુણ નથી, કારણ કે અમૂર્ત આકાશનો અમૂર્ત ગુણ ઇંદ્રિયનો વિષય થઈ શકે નહિ.
૨. શબ્દના બે પ્રકાર છેઃ (૧) પ્રાયોગિક અને (૨) વૈશ્રસિક. પુરુષાદિના પ્રયોગથી ઉત્પન્ન થતો શબ્દ તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો શબ્દ તે વૈશ્રસિક છે.
અથવા નીચે પ્રમાણે પણ શબ્દના બે પ્રકાર છે: (૧) ભાષાત્મક અને (૨) અભાષાત્મક. તેમાં ભાષાત્મક શબ્દ દ્વિવિધ છે- અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. સંસ્કૃતપ્રાકૃતાદિભાષારૂપ તે અક્ષરાત્મક છે અને ઢીંદ્રિયાદિક જીવોના શબ્દરૂપ તથા (કેવળીભગવાનના ) દિવ્ય ધ્વનિરૂપ તે અનક્ષરાત્મક છે. અભાષાત્મક શબ્દ પણ દ્વિવિધ છે-પ્રાયોગિક અને વૈશ્રિસિક. વીણા, ઢોલ, ઝાંઝ, વાંસળી વગેરેથી ઉત્પન્ન થતો તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો વૈશ્રસિક છે.
કોઈ પણ પ્રકારનો શબ્દ હો પરંતુ સર્વ શબ્દનું ઉપાદાનકારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય વર્ગણાઓ જ છે; તે વર્ગણાઓ જ સ્વયમેવ શબ્દપણે પરિણમે છે, જીભ-ઢોલ-મેધ વગેરે માત્ર નિમિત્તભૂત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com