________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
विनश्यतीति। न तदपकर्षो युक्तः। ततः पृथिव्यप्तेजोवायुरूपस्य धातुचतुष्कस्यैक एव परमाणु: कारणं परिणामवशात् विचित्रो हि परमाणो: परिणामगुण: क्वचित्कस्यचिद्गुणस्य व्यक्ताव्यक्तत्वेन विचित्रां परिणतिमादधाति। यथा च तस्य परिणामवशादव्यक्तो गंधादिगुणोऽस्तीति प्रतिज्ञायते न तथा शब्दोऽप्यव्यक्तोऽस्तीति ज्ञातुं शक्यते शक्यते तस्यैकप्रदेशस्यानेकप्रदेशात्मकेन शब्देन सहैकत्वविरोधादिति।। ७८ ।।
सो खंधप्पभवो खंधो परमाणुसंगसंधादो। पुढेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो।।७९।।
शब्द स्कंधप्रभवः स्कंध: परमाणुसङ्गसचातः। स्पृष्टेषु तेषु जायते शब्द उत्पादिको नियतः।। ७९।।
તેથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુરૂપ ચાર ધાતુઓનું, પરિણામને લીધ, એક જ પરમાણુ કારણ છે (અર્થાત્ પરમાણુઓ એક જ જાતિના હોવા છતાં તેઓ પરિણામને લીધે ચાર ધાતુઓનાં કારણ બને છે); કેમ કે વિચિત્ર એવો પરમાણુનો પરિણામ ગુણ કયાંક કોઈ ગુણની *વ્યક્તવ્યક્તતા વડે વિચિત્ર પરિણતિને ધારણ કરે છે.
વળી જેવી રીતે પરમાણુને પરિણામને લીધે * અવ્યક્ત ગંધાદિગુણ છે એમ જણાય છે તેવી રીતે શબ્દ પણ અવ્યક્ત છે એમ જાણી શકાતું નથી, કારણ કે એકપ્રદેશી પરમાણુને અનેકપ્રદેશાત્મક શબ્દ સાથે એકત્વ હોવામાં વિરોધ છે. ૭૮.
છે શબ્દ સ્કંધોત્પન્ન; સ્કંધો અણુસમૂહસંધાત છે, સ્કંધાભિધાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
અન્વયાર્થઃ- [ શબ્દ: થપ્રમવ:] શબ્દ સ્કંધજન્ય છે. [: પરમાણુ સાત:] સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, [તેવુ સૃષ્ટપુ] અને તે સ્કંધો સ્પર્શતાં અથડાતાં [સદ્ધ: નાયતે ] શબ્દ ઉત્પન્ન થાય છે; [નિયત: ઉત્પાદ્રિવ:] એ રીતે તે
* વ્યક્તવ્યક્તતા=વ્યક્તતા અથવા અવ્યક્તતા; પ્રગટતા અથવા અપ્રગટતા. (પૃથ્વીમાં સ્પર્શ, રસ,
ગંધ ને વર્ણ એ ચારે ગુણો વ્યક્ત (અર્થાત વ્યક્તપણે પરિણત) હોય છે; પાણીમાં સ્પર્શ, રસ, ને વર્ણ વ્યક્ત હોય છે અને ગંધ અવ્યક્ત હોય છે; અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યક્ત હોય છે અને
બાકીના બે અવ્યક્ત હોય છે; વાયુમાં સ્પર્શ વ્યક્ત હોય છે અને બાકીના ત્રણ અવ્યક્ત હોય છે. ] * જેવી રીતે પરમાણમાં ગંધાદિગુણ ભલે અવ્યક્તપણે પણ હોય છે તો ખરો જ તેવી રીતે પરમાણમાં
શબ્દ પણ અવ્યક્તણે રહેતો હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યક્તપણે કે અવ્યક્તપણે બિલકુલ હોતો જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com