________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧૯
आदेशमात्रमूर्तः धातुचतुष्कस्य कारणं यस्तु। स ज्ञेयः परमाणुः। परिणामगुणः स्वयमशब्दः।। ७८।।
परमाणूनां जात्यंतरत्वनिरासोऽयम्।
परमणोहि मूर्तत्वनिबंधनभूताः स्पर्शरसंगधवर्णा आदेशमात्रेणैव भियंते; वस्तुवस्तु यथा तस्य स एव प्रदेश आदिः स एव मध्यं, स एवांत: इति, एवं द्रव्यगुणयोरविभक्तप्रदेशत्वात् य एव परमाणोः प्रदेशः, स एव स्पर्शस्य , स एव रसस्य , स एव गंधस्य, स एव रूपस्येति। ततः क्वचित्परमाणौ गंधगुणे, क्वचित् गंधरसगुणयोः, क्वचित् गंधरसरूपगुणेषु अपकृष्यमाणेषु तदविभक्तप्रदेशः परमाणुरेव
અન્વયાર્થઃ- [: ] જે [માવેશમાત્રમૂર્તઃ] આદેશમાત્રથી મૂર્તિ છે. (અર્થાત્ માત્ર ભેદવિવક્ષાથી મૂર્તિત્વવાળો કહેવાય છે) અને [ ધાતુતુ IR[] જે (પૃથ્વી આદિ) ચાર ધાતુઓનું કારણ છે [ સા ] તે [પરમાણુ: શેય:] પરમાણુ જાણવોનું પરિણામપુન: ] કે જે પરિણામગુણવાળો છે અને [સ્વયમ્ શબ્દ ] સ્વયં અશબ્દ છે.
ટીકા:- પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોવાનું આ ખંડન છે.
મૂર્તત્વના કારણભૂત સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો, પરમાણુથી *આદેશમાત્ર વડ જ ભેદ કરવામાં આવે છે; વસ્તુતઃ તો જેવી રીતે પરમાણુનો તે જ પ્રદેશ આદિ છે, તે જ પ્રદેશ મધ્ય છે. અને તે જ પ્રદેશ અંત છે, તેવી રીતે દ્રવ્ય અને ગુણના અભિન્ન પ્રદેશ હોવાથી, જે પરમાણુનો પ્રદેશ છે, તે જ સ્પર્શનો છે, તે જ રસનો છે, તે જ ગંધનો છે, તે જ રૂપનો છે. તેથી કોઈ પરમાણુમાં ગંધગુણ ઓછો હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ અને રસગુણ ઓછા હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ, રસગુણ અને રૂપગુણ ઓછા હોય, તો તે ગુણથી અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ વિનાશ પામે. માટે તે ગુણની ઓછપ યુક્ત (ઉચિત) નથી. [ કોઈ પણ પરમાણુમાં એક પણ ગુણ ઓછો હોય તો તે ગુણની સાથે અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ નાશ પામે; માટે બધા પરમાણુઓ સમાન ગુણવાળા જ છે, એટલે કે તેઓ ભિન્ન ભિન્ન જાતિના નથી.]
* આદેશ કથન (માત્ર ભેદકથન દ્વારા જ પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો ભેદ પાડવામાં આવે છે,
પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભેદ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com