SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ ] [ ભગવાનશ્રીકુંદકુંદ बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो । ते होंति छप्पयारा तेलोक्कं जेहिं णिप्पण्णं ।। ७६ ।। પંચાસ્તિકાયસંગ્રહ बादरसौक्ष्म्यगतानां स्कंधानां पुद्गलः इति व्यवहारः । ते भवन्ति षट्प्रकारास्त्रैलोक्यं यैः निष्पन्नम् ।। ७६ ।। स्कंधानां पुद्गलव्यवहारसमर्थनमेतत्। स्पर्शरसगंधवर्णगुणविशेषैः षट्स्थानपतितवृद्धिहानिभिः पूरणगलनधर्मत्वात् स्कंधव्यक्त्याविर्भावतिरोभावाभ्यामपि च पूरणगलनोपपत्तेः परमाणवः पुद्गला इति निश्चीयते । स्कंधास्त्वनेकपुद्गलमयैकपर्यायत्वेन पुद्गलेभ्योऽनन्यत्वात्पुद्गला इति સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘ પુદ્ગલ ’ તણો વ્યવહા૨ છે; છ વિકલ્પ છે કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬. અન્વયાર્થ:- [ વાવ૨સૌક્ષ્યાતાનાં] બાદરને સૂક્ષ્મપણે પરિણત [ ંધાનાં] સ્કંધોને [ પુર્વાન: ] ‘ પુદ્દગલ ' [ તિ] એવો [ વ્યવહાર: ] વ્યવહાર છે. [તે] તેઓ [ષદ્વ્રારા: ભવન્તિ ] છ પ્રકારના છે, [ ચૈ: ] જેમનાથી [Âજોવયં] ત્રણ લોક [ નિષ્પન્નમ્ ] નિષ્પન્ન છે. ટીકા:- સ્કંધોને વિષે ‘પુદ્દગલ ’ એવો જે વ્યવહાર છે તેનું આ સમર્થન છે. એવા . (૧) જેમાં પસ્થાનપતિત (છ સ્થાનોમાં સમાવેશ પામતી) વૃદ્ધિહાનિ થાય સ્પર્શ-૨સ-ગંધ-વર્ણરૂપ ગુણવિશેષોને લીધે (૫૨માણુઓ ) ‘પૂરણગલન’ ધર્મવાળા હોવાથી તથા (૨) સ્કંધવ્યકિતના ( –સ્કંધપર્યાયના ) આવિર્ભાવ અને તિરોભાવની અપેક્ષાએ (૫૨માણુઓમાં ) ‘ પૂરણ-ગલન' ઘટતાં હોવાથી ૫૨માણુઓ નિશ્ચયે પણ ‘ ‘પુદ્દગલો ’ છે. સ્કંધો તો અે અનેકપુદ્દગલમય એકપર્યાયપણાને ૧ જેમાં (સ્પર્શ-૨સ-ગંધ-વર્ણની અપેક્ષાએ તથા સ્કંધપર્યાયની અપેક્ષાએ) પૂરણ અને ગલન થાય તે પુદ્દગલ છે. પૂરણ=પુરાવું તે; ભરાવું તે; પૂર્તિ; પુષ્ટિ; વૃદ્ધિ. ગલન=ગળવું તે; દુર્બળ થવું તે; કૃશતા; હાનિઃ ઘટાડોઃ [(૧) ૫૨માણુઓના વિશેષ ગુણો જે સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ છે તેમનામાં થતી પસ્થાનપતિત વૃદ્ધિ તે પૂરણ છે અને ષસ્થાનપતિત હાનિ તે ગલન છે; માટે એ રીતે ૫૨માણુઓ પૂરણ-ગલનધર્મવાળા છે. (૨) ૫૨માણુઓમાં સ્કંધરૂપ પર્યાયનો આવિર્ભાવ થવો તે પૂરણ છે અને તિરોભાવ થવો તે ગલન છે; એ રીતે પણ પરમાણુઓમાં પૂરણગલન ઘટે છે. ] ૨ સ્કંધ અનેકપરમાણુમય એકપર્યાય છે તેથી તે પરમાણુઓથી અનન્ય છે; અને પરમાણુઓ તો પુદ્દગલો છે; તેથી સ્કંધ પણ વ્યવહારથી ‘પુદ્દગલ ’ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy