________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧૫ अनंतानंतपरमाण्वारब्धोऽप्येक: स्कंधो नाम पर्यायः। तदर्ध स्कंधदेशो नाम पर्यायः। तदर्धाधु स्कंधप्रदेशो नाम पर्यायः। एवं भेदवशात् व्यणुकस्कंधादनंता: स्कंधप्रदेशपर्यायाः निर्विभागैकप्रदेशः स्कंधस्यांत्यो भेदः परमाणुरेकः। पुनरपि द्वयोः परमाण्वोः संधातादेको व्य णुकस्कंधपर्यायः। एवं संधातवशादनंता: स्कंधपर्यायाः। एवं भेदसंधाताभ्यामप्यनंता સવંતતિા .૭૬
અનંતાનંત પરમાણુનો બનેલો હોવા છતાં જે એક હોય તે સ્કંધ નામનો પર્યાય છે; તેનું અર્થ તે સ્કંધદેશ નામનો પર્યાય છે; તે અર્ધનું જે અર્થ તે સ્કંધપ્રદેશ નામનો પર્યાય છે. એ પ્રમાણે ભેદને લીધે (છૂટા પડવાને લીધે) દ્વિ-અણુક સ્કંધપર્યત અનંત સ્કંધપ્રદેશરૂપ પર્યાયો હોય છે. નિર્વિભાગ-એક-પ્રદેશવાળો, સ્કંધનો છેલ્લો ભાગ તે એક પરમાણુ છે. (આ રીતે *ભેદથી થતા પુદ્ગલવિકલ્પોનું વર્ણન થયું.)
વળી, બે પરમાણુઓના સંઘાતથી (ભેગા થવાથી) એક દિઅણુક-સ્કંધરૂપ પર્યાય થાય છે. એ રીતે સંઘાતને લીધે (દ્વિઅણુકન્કંધની માફક ત્રિઅણુક-સ્કંધ, ચતુરણક-સ્કંધ ઇત્યાદિ) અનંત સ્કંધરૂપ પર્યાયો થાય છે. (આ રીતે સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું વર્ણન થયું. )
એ પ્રમાણે ભેદ-સંઘાત બંનેથી પણ (એકી સાથે ભેદ અને સંઘાત બંને થવાથી પણ) અનંત (સ્કંધરૂપ પર્યાયો) થાય છે. (આ રીતે ભેદ-સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું વર્ણન થયું.) ૭૫.
* ભેદથી થતા પુગલવિકલ્પોનું (પુદ્ગલભેદોનું) ટીકાકાર શ્રી જયસેનાચાર્યદેવે જે વર્ણન કર્યું છે. તેનો સાર નીચે પ્રમાણે છે- અનંતપરમાણુપિંડાત્મક ઘટપટાદિરૂપ જે વિવક્ષિત આખી વસ્તુ તેને
સ્કંધ' સંજ્ઞા છે. ભેદ વડે તેના જે પુગલવિકલ્પો થાય છે તે નીચેના દાંત પ્રમાણે સમજવા. ધારો કે ૧૬ પરમાણુનો બનેલો એક પુદગલપિંડ છે અને તે તૂટીને તેના કકડા થયા છે. ત્યાં ૧૬ પરમાણુના આખા યુગલપિંડને “સ્કંધ' ગણીએ તો ૮ પરમાણુવાળો તેનો અર્ધભાગરૂપ કકડો તે દેશ” છે, ૪ પરમાણુવાળો તેનો ચતુર્થભાગરૂપ કકડો તે “પ્રદેશ” છે અને અવિભાગી નાનામાં નાનો કકડો તે “પરમાણુ' છે. વળી, જેમ ૧૬ પરમાણુવાળા આખા પિંડને “સ્કંધ' સંજ્ઞા છે, તેમ ૧૫ થી માંડીને ૯ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ “સ્કંધ' સંજ્ઞા છે; જેમ ૮ પરમાણુવાળા તેના અર્ધભાગરૂપ કકડાને “દેશ' સંજ્ઞા છે, તેમ ૭ થી માંડીને ૫ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ “દેશ' સંજ્ઞા છે; જેમ ૪ પરમાણુવાળા તેના ચતુર્થભાગરૂપ કકડાને
પ્રદેશ' સંજ્ઞા છે, તેમ ૩ થી માંડીને ર પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ પ્રદેશ” સંજ્ઞા છે. - આ દષ્ટાંત પ્રમાણે, ભેદ વડે થતા પુદગલવિકલ્પો સમજવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com