________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧૩
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैः सर्वतो मुक्तः। ऊर्ध्व गच्छति शेषा विदिग्वर्जा गतिं यांति।।७३।।
बद्धजीवस्य षङ्गतयः कर्मनिमित्ताः। मुक्तस्याप्यूर्ध्वगतिरेका स्वाभाविकीत्यत्रोक्तम्।।
૭૩ો .
-इति जीवद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्। अथ पुद्गलद्रव्यास्तिकायव्याख्यानम्।
खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू। इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा।।७४।।
અન્વયાર્થ- [પ્રવૃતિચિત્યનુમા પ્રવેશવંધે:] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી [સર્વત: મુp:] સર્વતઃ મુક્ત જીવ [ ઋતિ] ઊર્ધ્વગમન કરે છે; [ શેષ:] બાકીના જીવો (ભવાંતરમાં જતાં) [ વિવિજ્ઞ અતિં યાંતિ] વિદિશાઓ છોડીને ગમન કરે છે.
ટીકા:- બદ્ધ જીવને કર્મનિમિત્તક પવિધ ગમન (અર્થાત્ કર્મ જેમાં નિમિત્તભૂત છે એવું છ દિશાઓમાં ગમન) હોય છે; મુક્ત જીવને પણ સ્વાભાવિક એવું એક ઊર્ધ્વગમન હોય છે.- આમ અહીં કહ્યું છે.
ભાવાર્થ- સમસ્ત રાગાદિવિભાવ રહિત એવું જે શુદ્ધાત્માનુભૂતિલક્ષણ ધ્યાન તેના બળ વડે ચતુર્વિધ બંધથી સર્વથા મુક્ત થયેલો જીવ પણ, સ્વાભાવિક અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત વર્તતો થકો, એકસમયવર્તી અવિગ્રહગતિ વડે (લોકાગ્રપર્યત) સ્વાભાવિક ઊર્ધ્વગમન કરે છે. બાકીના સંસારી જીવો મરણાંતે વિદિશાઓ છોડીને પૂર્વોક્ત પ-અપક્રમસ્વરૂપ (કર્મનિમિત્તક) અનુશ્રેણીગમન કરે છે. ૭૩.
આ રીતે જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જડરૂપ પુગલકાય કેરા ચાર ભેદો જાણવા; તે સ્કંધ તેનો દેશ, સ્કધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com