________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
स खलु जीवो महात्मा नित्यचैतन्योपयुक्तत्वादेक एव, ज्ञानदर्शनभेदाद्विविकल्पः, कर्मफलकार्यज्ञानचेतनाभेदेन लक्ष्यमाणत्वात्रिलक्षणः ध्रौव्योत्पादविनाशभेदेन वा, चतसृषु गतिषु चंक्रमणत्वाच्चतुश्चंक्रमणः, पञ्चभिः पारिणामिकौदयिकादिभिरग्रगुणैः प्रधानत्वात्पञ्चाग्रगुणप्रधानः, चतसृषु दिसूर्ध्वमधश्चेति भवांतरसंक्रमणषट्केनापक्रमेण युक्तत्वात्षट्कापक्रमयुक्तः, असित-नास्त्यादिभिः सप्तभङ्गैः सद्भावो यस्येति सप्तभङ्गसद्भाव: अष्टानां कर्मणां गुणानां वा आश्रयत्वादष्टाश्रयः, नवपदार्थरूपेण वर्तनान्नवार्थः, पृथिव्यप्तेजोवायुवनस्पतिसाधारणप्रत्येक-द्वित्रिचतुः पञ्चेन्द्रियरूपेषु दशसु स्थानेषु गतत्वादृशस्थानग इति।। ७१-७२।।
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को। उ8 गच्छदि सेसा विदिसावज्जं गदिं जंति।।७३।।
દશસ્થાનગત [ મળત: ] કહેવામાં આવ્યો છે.
ટીકા- તે જીવ મહાત્મા (૧) ખરેખર નિત્યચૈતન્ય ઉપયોગી હોવાથી “એક જ' છે; (૨) જ્ઞાન ને દર્શન એવા ભેદોને લીધે “બે ભેદવાળો” છે; (૩) કર્મફળચેતના, કાર્યચેતના ને જ્ઞાનચેતના એવા ભેદો વડે અથવા ધ્રવ્ય, ઉત્પાદ ને વિનાશ એવા ભેદો વડે લક્ષિત હોવાથી ‘ત્રિલક્ષણ (ત્રણ લક્ષણવાળો)' છે; (૪) ચાર ગતિમાં ભમતો હોવાથી “ચતુર્વિધ ભ્રમણવાળો' છે; (૫) પારિણામિક ઔદયિક ઇત્યાદિ પાંચ મુખ્ય ગુણો વડે પ્રધાનપણું હોવાથી “પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો” છે; (૬) ચાર દિશાઓમાં, ઊંચે અને નીચે એમ પવિધ ભવાંતરગમનરૂપ અપક્રમથી યુક્ત હોવાથી (અર્થાત્ અન્ય ભવમાં જતાં ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી) “છ અપક્રમ સહિત” છે; (૭)અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગો વડે જેનો સભાવ છે એવો હોવાથી “સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો ” છે; (૮) (જ્ઞાનાવરણીયાદિ) આઠ કર્મોના અથવા (સમ્યકત્વાદિ) આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી “આઠના આશ્રયરૂપ ” છે; (૯) નવ પદાર્થરૂપે વર્તતો હોવાથી “નવ-અર્થરૂપ” છે; (૧૦) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, ઢીંદ્રિય, ટીંદ્રિય ચતુરિંદ્રિય અને પંચેદ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી “દશસ્થાનગત” છે. ૭૧-૭૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ- અનુભવબંધથી પરિમુક્તને ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com