________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ સૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મરસિક આત્માર્થી જીવોનો, આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું-સ્વસમયનું-શુદ્ધમુનિદશાનું-પારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે, તેમ જ મુનિને સરાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ઘોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકાર મુનીંદ્રોએ આ અધિકારમાં જાણે કે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતાં તત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું હૃદય શાંતશાંત થઈ મુનિઓની આત્માનુભવમુલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે “શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહુજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.
આ પવિત્ર શાસ્ત્રના કર્તા શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પૂજ્ય ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી) ને પારાવાર ભક્તિ છે. તેઓશ્રી અનેક વાર કહે છે કે –“શ્રી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહું આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ અચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અદ્દભૂત સાતિશય અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શકય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝૂલતાં મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હુતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં સમયસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના ૩ૐકારધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે.”
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પાકૃત ગાથાઓ પર સમયવ્યાખ્યા નામની સંસ્કૃત ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦ માં સૈકામાં થઈ ગયેલા)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com