________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૯૩
यथा हि जलराशेर्जलराशित्वेनासदुत्पादं सदुच्छेदं चाननुभवतश्चतुर्थ्य: ककुब्बिभागेभ्यः क्रमेण वहमानाः पवमानाः कल्लोलानामसदुत्पादं सदुच्छेदं च कुर्वन्ति, तथा जीवस्यापि जीवत्वेन सदुच्छेदमसदुत्पत्तिं चाननुभवतः क्रमेणोदीयमानाः नारकतिर्यङ्मनुष्यदेवनामप्रकृतयः सदुच्छेदमसदुत्पादं च कुर्वंतीति।। ५५।।
उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे। जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा।। ५६ ।।
उदयेनोपशमेन च क्षयेण द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन।
युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु विस्तीर्णाः।। ५६ ।। जीवस्य भावोदयवर्णनमेतत्।
જેમ સમુદ્રપણે અસનો ઉત્પાદ અને સનો ઉચ્છેદ નહિ અનુભવતા એવાં સમુદ્રને ચાર દિશાઓમાંથી ક્રમે વહેતા પવનો કલ્લોલોસંબંધી અસનો ઉત્પાદ અને સનો ઉચ્છેદ કરે છે (અર્થાત અવિધમાન તરંગના ઉત્પાદમાં અને વિદ્યમાન તરંગના નાશમાં નિમિત્ત બને છે), તેમ જીવપણે સનો ઉચ્છેદ અને અસનો ઉત્પાદ નહિ અનુભવતા એવા જીવને ક્રમે ઉદય પામતી નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ નામની (નામકર્મની) પ્રકૃતિઓ (ભાવોસંબંધી, પર્યાયોસંબંધી) સનો ઉચ્છેદ અને અસનો ઉત્પાદ કરે છે (અર્થાત્ વિદ્યમાન પર્યાયના નાશમાં અને અવિધમાન પર્યાયના ઉત્પાદમાં નિમિત્ત બને છે). ૫૫.
પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬.
અન્વયાર્થ- [૩યેન ] ઉદયથી યુક્ત, [૩પશમેન] ઉપશમથી યુક્ત, [ ક્ષયેળ] ક્ષયથી યુક્ત, [ કામ્યાં નિશ્રિતામ્યાં] ક્ષયોપશમથી યુક્ત [૨] અને [પરિણામેન યુp:] પરિણામથી યુક્ત-[ તે] એવા [ નીવIST: ] (પાંચ) જીવગુણો (-જીવના ભાવો) છે; [૨] અને [વહુ" કર્યેષુ વિસ્તીર્ષા: ] તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.
ટીકાઃ- જીવને ભાવોના ઉદયનું (-પાંચ ભાવોની પ્રગટતાનું) આ વર્ણન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com