________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
___ कर्मणां फलदानसमर्थतयोद्भतिरुदयः, अनुद्भतिरुपशमः, उद्भूत्यनुद्भूती क्षयोपशमः, अत्यंतविश्लेषः क्षयः, द्रव्यात्मलाभहेतुक: परिणामः। तत्रोदयेन युक्त औदयिकः, उपशमेन युक्त औपशमिकः, क्षयोपशमेन युक्तः क्षायोपशमिकः, क्षयेण युक्तः क्षायिकः, परिणामेन युक्तः पारिणामिकः। त एते पञ्च जीवगुणाः। तत्रोपाधिचतुर्विधत्वनिबंधनाश्चत्वारः, स्वभावनिबंधन एकः। एते चोपाधिभेदात्स्वरूपभेदाच भिद्यमाना बहुष्वर्थेषु विस्तार्यंत इति।। ५६ ।।
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं। सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ।। ५७।।
કર્મોનો ફળદાનસમર્થપણે ઉદ્દભવ તે “ઉદય” છે, અનુભવ તે “ઉપશમ છે, ઉદ્દભવ તેમ જ અનુભવ તે “ક્ષયોપશમ ' છે, 'અત્યંત વિશ્લેષ તે “ક્ષય” છે, દ્રવ્યનો આત્મલાભ (યાતી) જેનો હેતુ છે તે “પરિણામ” છે. ત્યાં, ઉદયથી યુક્ત તે “ઔદયિક' છે, ઉપશમથી યુક્ત તે “ઔપશમિક” છે, ક્ષયોપશમથી યુક્ત તે “ક્ષાયોપથમિક' છે, કૈક્ષયથી યુક્ત તે “ક્ષાયિક' છે, "પરિણામથી યુક્ત તે “પારિણામિક' છે.-એવા આ પાંચ જીવગુણો છે. તેમાં (આ પાંચ ગુણોમાં) ઉપાધિનું ચતુર્વિધપણું જેમનું કારણ (નિમિત્ત) છે એવા ચાર છે, સ્વભાવ જેનું કારણ છે એવો એક છે. ઉપાધિના ભેદથી અને સ્વરૂપના ભેદથી ભેદ પાડતાં, તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. પ૬.
પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને, તે ભાવનો તે જીવ છે કર્તા-કહ્યું જિનશાસને. ૨૭.
૧. ફળદાનસમર્થ = ફળ દેવામાં સમર્થ ૨. અત્યંત વિશ્લેષ = અત્યંત વિયોગ; આત્યંતિક નિવૃત્તિ. ૩. આત્મલાભ = સ્વરૂપ પ્રાપ્તિનું સ્વરૂપને ધારી રાખવું તે; પોતાને ધારી રાખવું તે; હયાતી. (દ્રવ્ય
પોતાને ધારી રાખે છે અર્થાત પોતે ક્યાત રહે છે તેથી તેને “પરિણામ’ છે.) ૪. ક્ષયથી યુક્ત = ક્ષય સહિત; ક્ષય સાથે સંબંધવાળો. (વ્યવહારે કર્મોનો ક્ષયની અપેક્ષા જીવના જે
ભાવમાં આવે તે “ક્ષાયિક' ભાવ છે.) ૫. પરિણામથી યુક્ત = પરિણામમય: પરિણામાત્મક; પરિણામસ્વરૂપ. ૬. કર્મોપાધિની ચાર પ્રકારની દશા (–ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય) જેમનું નિમિત્ત છે એવા ચાર ભાવો છે; જેમાં કર્મોપાધિરૂપ નિમિત્તે બિલકુલ નથી, માત્ર દ્રવ્યસ્વભાવ જ જેનું કારણ છે એવો એક પારિણામિક ભાવ છે.
૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com