________________
૮૮ ]
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषैः। द्रव्याच्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ।। ५१ । । दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुते हि नो स्वभावात् ।। ५२ ।।
दृष्टांतदार्शन्तिकार्थपुरस्सरो द्रव्यगुणानामनर्थान्तरत्वव्याख्योपसंहारोऽयम्।
वर्णरसगंधस्पर्शा हि परमाणोः प्ररूप्यंते; ते च परमाणोरविभक्तप्रदेशत्वेनानन्येऽपि संज्ञादिव्यपदेशनिबंधनैर्विशेषैरन्यत्वं प्रकाशयन्ति । एवं ज्ञानदर्शने अप्यात्मनि संबद्धे आत्मद्रव्यादविभक्तप्रदेशत्वेनानन्येऽपि संज्ञादिव्यपदेशनिबंधनैर्विशेषैः पृथक्त्वमासादयतः, स्वभावतस्तु नित्यमपृथक्त्वमेव बिभ्रतः ।। ५१-५२ ।।
-इतिउपयोगगुणव्याख्यानं समाप्तम्।
અન્વયાર્થ:- [પરમાણુપ્રવિતા: ] ૫૨માણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવાં [ વર્ણરસાંધસ્પર્શી: ] વર્ણ-૨સ-ગંધ-સ્પર્શ [દ્રવ્યાત્ અનન્યા: 7] દ્રવ્યથી અનન્ય વર્તતાં થકાં [ વિશેષ: ] ( વ્યપદેશના કારણભૂત ) વિશેષો વડે [અન્યત્વપ્રાશા: ભવન્તિ] અન્યત્વને પ્રકાશનારાં થાય છે (-સ્વભાવથી અન્યરૂપ નથી ); [તથા] એવી રીતે [ નીવનિવૃદ્ધે] જીવને વિષે સંબદ્ધ એવાં [ વર્શનજ્ઞાને] દર્શન-જ્ઞાન [અનન્યમૂર્ત ] ( જીવદ્રવ્યથી ) અનન્ય વર્તતાં થકાં [વ્યપવેશત: ] વ્યપદેશ દ્વારા [પૃથવત્તું તે ૢિ] પૃથક્પણાને કરે છે. [નો સ્વમાવાત્]
સ્વભાવથી નહિ.
ટીકા:- દષ્ટાંતરૂપ અને *દાર્માંતરૂપ પદાર્થપૂર્વક, દ્રવ્ય અને ગુણોના અભિન્નપદાર્થપણાના વ્યાખ્યાનનો આ ઉપસંહાર છે.
વર્ણ-૨સ-ગંધ-સ્પર્શ ખરેખર પરમાણુને વિષે પ્રરૂપવામાં આવે છે; તેઓ ૫૨માણુથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ વ્યપદેશના કારણભૂત વિશેષો વડે અન્યત્વને પ્રકાશે છે. એવી રીતે આત્માને વિષે સંબદ્ધ જ્ઞાન-દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ વ્યપદેશના કારણભૂત વિશેષો વડે પૃથક્પણાને પામે છે, પરંતુ સ્વભાવથી સદા અપૃથક્પણાને જ ધારે છે. ૫૧-૫૨.
આ રીતે ઉપયોગગુણનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* દાષ્કૃત દષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. (અહીં ૫૨માણુ ને વર્ણાદિક દષ્ટાંતરૂપ પદાર્થો છે તથા જીવ ને જ્ઞાનાદિક દાર્માંતરૂપ પદાર્થો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com