SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૮૯ अथ कर्तृत्वगुणव्याख्यानम्। तत्रादिगाथात्रयेण तदुपोद्धातः जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो। सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य।। ५३।। जीवा अनादिनिधनाः सांता अनंताश्च जीवभावात्। સદ્ગાવતોડનંતા: પશી પ્રાણપ્રધાના: વાા ૬૨ ) जीवा हि निश्चयेन परभावानामकरणात्स्वभावानां कर्तारो भविष्यन्ति। तांश्च कुर्वाणाः किमनादिनिधनाः, किं सादिसनिधनाः, किं साद्यनिधमाः, किं तदाकारेण परिणताः, किमपरिणताः भविष्यतीत्याशङ्कयेदमुक्तम्। जीवा हि सहजचैतन्यलक्षणपारिणामिकभावेनानादिनिधनाः। त एवौदयिक હવે કર્તુત્વગુણનું વ્યાખ્યાન છે. તેમાં, શરૂઆતની ત્રણ ગાથાઓથી તેનો ઉપોદઘાત કરવામાં આવે છે. જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. પ૩. અન્વયાર્થ- [ નીવા: ] જીવો [ સનાિિનયા: ] (પારિણામિકભાવથી) અનાદિઅનંત છે, [ સાંતા:] (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે [૨] અને [ નીવમાવત્ વનંતી] જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત છે) [સાવત: અનંતા:] કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. [પશ્ચી ગુણપ્રથાના: ૨] તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. ટીકા:- નિશ્ચયથી પર-ભાવોનું કરવાપણું નહિ હોવાથી જીવો સ્વ-ભાવોના કર્તા હોય છે; અને તેમને (-પોતાના ભાવોને) કરતા થકા, શું તેઓ અનાદિ-અનંત છે? શું સાદિ-સાત છે? શું સાદિ-અનંત છે? શું તદાકારે (તે-રૂપે ) પરિણત છે? શું (તદાકારે) અપરિણત છે?— એમ આશંકા કરીને આ કહેવામાં આવ્યું છે (અર્થાત તે આશંકાઓના સમાધાનરૂપે આ ગાથા કહેવામાં આવી છે). જીવો ખરેખર *સહજચૈતન્યલક્ષણ પારિણામિક ભાવથી અનાદિ-અનંત છે. * જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ સહજ-ચૈતન્ય છે. આ પરિણામિક ભાવ અનાદિ-અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy