________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अविभक्तप्रदेशत्वलक्षणं द्रव्यगुणानामनन्यत्वमभ्युपगम्यते। विभक्तप्रदेशत्वलक्षणं त्वन्यत्व-मनन्यत्वं च नाभ्युपगम्यते। तथा हि-यथैकस्य परमाणोरेकेनात्मप्रदेशेन सहाविभक्तत्वादनन्य-त्वं, तथैकस्य परमाणोस्तद्वर्तिनां स्पर्शरसगंधवर्णादिगुणानां चाविभक्तप्रदेशत्वादनन्यत्वम्। यथा त्वत्यंतविप्रकृष्टयोः सह्यविंध्ययोरत्यंतसन्निकृष्टयोश्च मिश्रितयोस्तोयपयसोर्विभक्तप्रदेशत्वलक्षण-मन्यत्वमनन्यत्वं च, न तथा द्रव्यगुणानां विभक्तप्रदेशत्वाभावादन्यत्वमनन्यत्वं चेति।।४५।।
ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा। ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते।।४६ ।।
દ્રવ્ય અને ગુણોને કેવું અનન્યપણું ઘટે છે તે અહીં કહ્યું છે).
દ્રવ્ય અને ગુણોને *અવિભક્તપ્રદેશ–સ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે; પરંતુ વિભક્તપ્રદેશ–સ્વરૂપ અન્યપણું તથા ( વિભક્તપ્રદેશ–સ્વરૂપ) અનન્યપણું સ્વીકારવામાં આવતું નથી. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેજેમ એક પરમાણુને એક સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે, તેમ એક પરમાણુને અને તેમાં રહેલા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ વગેરે ગુણોને અવિભક્ત પ્રદેશો હોવાથી (અવિભક્ત-પ્રદેશ–સ્વરૂપ) અનન્યપણું છે; પરંતુ જેમ અત્યંત દૂર એવા સહ્ય અને વિંધ્યને વિભક્તપ્રદેશ–સ્વરૂપ અન્યપણું છે તથા અત્યંત નિકટ એવાં મિશ્રિત “ક્ષીર-નીરને વિભક્તપ્રદેશવસ્વરૂપ અનન્યપણું છે, તેમ દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નહિ હોવાથી (વિભક્તપ્રદેશવસ્વરૂપ) અન્યપણું તથા (વિભક્તપ્રદેશવસ્વરૂપ) અનન્યપણું નથી. ૪૫.
વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે; તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
* અવિભક્ત = અભિન્ન. (દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે તેથી દ્રવ્ય અને ગુણોને | અભિન્નપ્રદેશવસ્વરૂપ અનન્યપણું છે.) ૧. અત્યંત દૂર રહેલા સત્ય અને વિંધ્ય નામના પર્વતોને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું છે. ૨. અત્યંત નજીક રહેલાં મિશ્રિત દૂધ-જળને ભિન્નપ્રદેશવસ્વરૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોને એવું
અનન્યપણું નથી, પરંતુ અભિન્નપ્રદેશ–સ્વરૂપ અનન્યપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com