________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૧
व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः। ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यते।। ४६ ।।
व्यपदेशादीनामेकांतेन द्रव्यगुणान्यत्वनिबंधनत्वमत्र प्रत्याख्यातम्।
यथा देवदत्तस्य गौरित्यन्यत्वे षष्ठीव्यपदेशः, तथा वृक्षस्य शाखा द्रव्यस्य गुणा इत्यनन्यत्वेऽपि। यथा देवदत्तः फलमङ्कुशेन धनदत्ताय वृक्षाद्वाटिकायामवचिनोतीत्यन्यत्वे कारकव्यपदेशः, तथा मृत्तिका घटभावं स्वयं स्वेन स्वस्मै स्वस्मात् स्वस्मिन् करोतीत्यात्मात्मानमात्मनात्मने आत्मन आत्मनि जानातीत्यनन्यत्वेऽपि। यथा प्रांशोर्देवदत्तस्य प्रांशु}रित्यन्यत्वे संस्थानं, तथा प्रांशोवृक्षस्य प्रांशुः शाखाभरो मूर्तद्रव्यस्य मूर्ता गुणा इत्यनन्यत्वेऽपि। यथैकस्य देवदत्तस्य दश गाव
અન્વયાર્થઃ- [ પવેશ:] વ્યપદેશો, [ સંરથાનાનિ] સંસ્થાનો, [ સંરહ્યા: ] સંખ્યાઓ [૨] અને [ વિષયા: ] વિષયો [ તે વહુવા: મવત્તિ] ઘણાં હોય છે. [ā] તે (વ્યપદેશ વગેરે), [તેષામ્] દ્રવ્ય-ગુણોના [ બન્યત્વે] અન્યપણામાં [ઝનન્યત્વે વ પ ] તેમ જ અનન્યપણામાં પણ [ વિદ્યતે] હોઈ શકે છે.
ટીકા:- અહીં *વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય-ગુણોના અન્યપણાનું કારણ હોવાનું ખંડન કર્યું છે.
જેવી રીતે “દેવદત્તની ગાય' એમ અન્યપણામાં પઠ્ઠીવ્યપદેશ (-છઠ્ઠી વિભક્તિનું કથન) હોય છે, તેવી રીતે “વૃક્ષની શાખા,” “દ્રવ્યના ગુણો' એમ અનન્યપણામાં પણ (ષષ્ઠીવ્યપદેશ) હોય છે. જેવી રીતે “દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્તને માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે” એમ અન્યપણામાં કારકવ્યપદેશ હોય છે, તેવી રીતે “માટી પોતે ઘટભાવને (-ઘડારૂપ પરિણામને ) પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે', “આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે” એમ અનન્યપણામાં પણ (કારકવ્યપદેશ) હોય છે. જેવી રીતે “ઊંચા દેવદત્તની ઊંચી ગાય' એમ અન્યપણામાં સંસ્થાન હોય છે, તેવી રીતે “વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય', મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો’ એમ અનન્યપણામાં પણ (સંસ્થાન) હોય છે. જેવી રીતે “એક દેવદત્તની દસ ગાયો”
* વ્યપદેશ = કથન; અભિધાન. (આ ગાથામાં એમ સમજાવ્યું છે કે-જ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે ઘટે એવું કાંઈ નથી; જ્યાં અભેદ હોય ત્યાં પણ તેઓ ઘટે છે. માટે દ્રવ્ય-ગુણોમાં જે વ્યપદેશ વગેરે હોય છે તે કાંઈ એકાંતે દ્રવ્ય-ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com