________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૧
જ્ઞાને ચેતયંત તિા રૂા.
अथोपयोगगुणव्याख्यानम्। उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो। जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि।। ४०।।
उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्तः।
जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि।। ४०।। आत्मनश्चैतन्यानुविधायी परिणाम उपयोगः। सोऽपि द्विविधः-ज्ञानोपयोगो दर्शनोपयोगश्च। तत्र विशेषग्राहि ज्ञानं, सामान्यग्राहि दर्शनम्। उपयोगश्च सर्वदा
કેવળજ્ઞાનીઓ જ્ઞાનને ચેતે છે.
ભાવાર્થ - પાંચ પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત સુખદુઃખાનુભવરૂપ શુભાશુભકર્મફળને ચેતે છે. હદ્રિય આદિ ત્રસ જીવો તે જ કર્મફળને ઇચ્છાપૂર્વક ઇટાનિષ્ટ વિકલ્પરૂપ કાર્ય સહિત ચેતે છે. *પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો (અનંત સૌખ્ય સહિત) જ્ઞાનને જ ચેતે છે. ૩૯, હવે ઉપયોગગુણનું વ્યાખ્યાન છે.
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. અન્વયાર્થઃ- [ જ્ઞાનેન ચ નેન સંયુ9:] જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો [ રહેતુ દ્વિવિધ:] ખરેખર બે પ્રકારનો [૩પયો:] ઉપયોગ [ નીવસ્ય ] જીવને [સર્વવનિમ્] સર્વ કાળ [ અનન્યમૂર્ત ] અનન્યપણે [ વિનાનીદિ] જાણો.
ટીકાઃ- આત્માનો ચૈતન્ય-અનુવિધાયી (અર્થાત ચૈતન્યને અનુસરનારો ) પરિણામ તે ઉપયોગ છે. તે પણ બે પ્રકારનો છે-જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ત્યાં, વિશેષને ગ્રહનારું જ્ઞાન છે અને સામાન્યને ગ્રહનારું દર્શન છે (અર્થાત્ વિશેષ જેમાં પ્રતિભાસે તે જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી
* અહીં પરિપૂર્ણ જ્ઞાનચેતનાની વિવક્ષા હોવાથી, કેવળીભગવંતોને અને સિદ્ધભગવંતોને જ જ્ઞાનચેતના
કહેવામાં આવી છે. આંશિક જ્ઞાનચેતનાની વિવક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યગ્દષ્ટિઓને પણ જ્ઞાનચેતના કહી શકાય છે, તેનો અહીં નિષેધ ન સમજવો, માત્ર વિવક્ષાભેદ છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com