________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[
૭૫
ચૈતન્યસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ કરીને જ્ઞાની થયો છે. આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રગટ થતાં જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી ધર્મીને સ્વભાવના આનંદના સ્વાદનું અને રાગના કષાયેલા
સ્વાદનું પૃથક પૃથક્ એટલે ભિન્નભિન્ન વદન હોય છે. સ્વરૂપનું સંવેદન થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એવો સમકિતી જ્ઞાની છે. તે જ્ઞાની જ્ઞાનને લીધે વિકારના વિરસ સ્વાદનો અને ચૈતન્યના આનંદના સ્વાદનો પૃથક પૃથક અનુભવ કરે છે, કેમકે તેને ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે.
કોઈ એમ કહે કે જ્ઞાનીને દુઃખનું વેદન છે જ નહિ તો તે વાત બરાબર નથી. (ભૂમિકા અનુસાર) જ્ઞાનીને જ્ઞાનનું-આનંદનું વેદન છે અને રાગનું-દુઃખનું પણ વેદન છે. જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન છે. બન્નેનું પૃથક પૃથક વેદના હોય છે, એકરૂપ નહિ. દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મતત્ત્વની મુખ્યતાથી નિરૂપણ હોય છે. જ્યાં દષ્ટિના વિષયનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાનીને આનંદનું વેદન છે એમ કહેલું હોય છે. ત્યાં રાગ ગૌણ છે. પરંતુ જ્યાં જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યાં એમ કહે કે જ્ઞાનીને જ્ઞાનનું-આનંદનું અને રાગનું પૃથક પૃથક વદન હોય છે.
-જુઓ, કેવળીને એકલા જ્ઞાન અને આનંદનું વદન હોય છે, -મિથ્યાષ્ટિ અજ્ઞાનીને એકલા રાગ અને દુઃખનું વદન હોય છે,
-અને સમકિતી જ્ઞાનીને જ્ઞાનનો અને રાગનો ભિન્ન ભિન્ન સ્વાદ હોય છે. જ્યારથી સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં ત્યારથી જ્ઞાની સ્વરૂપસંવેદનથી પ્રાપ્ત આનંદનો સ્વાદ અને પર્યાયમાં જે અલ્પ રાગ છે તેનો સ્વાદ પૃથક પૃથક અનુભવે છે. એક સમયમાં બનો ભિન્ન ભિન્ન સ્વાદ જ્ઞાની અનુભવે છે. અહાહા....! જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ ન થાય
ત્યાં સુધી વીતરાગ પરિણતિથી પ્રાપ્ત આનંદની સાથે જેટલો રાગ છે તેટલા દુઃખનું પણ ભિન્નપણે જ્ઞાનીને અનુભવન હોય છે. જ્ઞાનીને એકલા આનંદનો જ સ્વાદ હોય છે એમ નથી.
જ્ઞાનીને સુખ અને દુઃખ બન્નેનો પૃથક પૃથક સ્વાદ હોય છે. ભાઈ ! આ વીતરાગનો માર્ગ છે. એમાં કલ્પનાની વાત ન ચાલે. ન્યાલચંદભાઈ સોગાનીજીએ શુભભાવનો સ્વાદ ભટ્ટી સમાન કહ્યો છે. ચોથા ગુણસ્થાને સમકિતીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો એટલો આનંદ છે અને ત્રણ કપાય જે બાકી છે એટલું દુઃખ પણ છે. બન્નેનો સ્વાદ એને પૃથક પૃથક હોય છે. તેવી રીતે પંચમ ગુણસ્થાનવાળાને જેટલી વીતરાગ પરિણતિ થઈ છે તેટલો જ્ઞાનનો સુખરૂપ અને આનંદરૂપ સ્વાદ છે અને તે જ સમયે જે બે કપાય વિદ્યમાન છે તેટલો રાગનો દુઃખરૂપ સ્વાદ છે. બન્નેનું ભિન્ન ભિન્ન અનુભવન હોય છે. એક સમયમાં શાન્તિ પણ વેદે છે અને જેટલો રાગ બાકી છે તેટલું દુ:ખ પણ પૃથકપણે વેદે છે. અહો ! વીતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com