________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ભગવાન કુંદકુંદાચાર્યદવે પંચમ આરામાં તીર્થકર જેવું કામ કર્યું છે. અને અમૃતચંદ્રાચાર્યદવે એમના ગણધર જેવું કામ કર્યું છે. મૂળ ગાથાસૂત્રોનાં ગંભીર રહસ્યો ટીકા દ્વારા ખુલ્લા કર્યા છે. કહે છે-ધર્મીને જ્ઞાન અને રાગનું પૃથક પૃથક અનુભવન હોવાથી, જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે. જ્ઞાનનું વેદના અને રાગનું વેદન એ બન્નેનો ભેદ-વિવેક કરવાની શક્તિ જ્ઞાનીને પ્રગટ થઈ ગઈ છે. અહાહા...! આ ટીકા તો દેખો ! અમૃતચંદ્ર એકલાં અમૃત વહેવડાવ્યાં છે! રાગનો સ્વાદ દુ:ખરૂપ હોય છે અને સ્વરૂપસંવેદન વડે પ્રાપ્ત જ્ઞાનનો સ્વાદ સુખરૂપ હોય છે–એમ બેના સ્વાદને ભિન્ન કરવાની ભેદસંવેદનશક્તિ જેને ખીલી ગઈ છે એવો જ્ઞાની હોય છે. અહાહા...! દિગંબર સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું
છે!
અરે ભાઈ ! આ વાતને સાંભળવામાં પણ ઊંચા પુણ્ય બંધાઈ જાય છે. આવી પરમ સત્ય વાત ધીરજથી વારંવાર સત્સમાગમ સાંભળે તો શુભભાવના નિમિત્તે તેને ઊંચાં પુણ્ય બંધાય છે જેના ફળરૂપે બાહ્ય લક્ષ્મી આદિ વૈભવ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન:- આપ આ જાદુઈ લાકડી ફેરવો છો તેનાથી પૈસા વગેરે સામગ્રી મળે છે એમ લોકો કહે છે એ શું સાચું છે?
ઉત્તર:- ના; લાકડીથી કાંઈ મળતું નથી. વીતરાગદેવની આ પરમ સત્ય વાણી છે તે સાંભળનારને શુભભાવથી ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. વળી કોઈ પૂર્વનાં પાપકર્મ સંક્રમિત થઈને આ ભવમાં ઉદયને પ્રાપ્ત થઈ જાય તો પુણ્યના નિમિત્તે અનુકૂળ બાહ્ય સામગ્રી સહેજે મળી જાય છે. બાકી ઈલમની લકડી-બકડી એવું કાંઈ અહીં છે નહિ. એકવાર આવી એક લાકડી ચોરાઈ ગઈ હતી. એ લાકડીમાં શું માલ છે? માલ તો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમય વસ્તુમાં છે. એ પરમાનંદના નાથ પ્રભુ આત્માની આ પરમ સત્ય વાત કાને પડતાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય છે. તેના ફળમાં લક્ષ્મી આદિ બાહ્ય વૈભવ મળે છે, પણ તે કોઈ ચીજ નથી. અહાહા..રાગથી ભિન્ન પડીને આત્માના સ્વાનુભવમંડિત આનંદનો અનુભવ કરવો એ ચીજ છે.
અહો! કુંદકુંદાચાર્યદેવની કથનપદ્ધતિ અલોકિક છે. કવિવર વૃંદાવનજીએ તો કહ્યું છે કે““શુદ્ધ-બુદ્ધિ-વૃદ્ધિદા પ્રસિદ્ધ-રિદ્ધિ-સિદ્ધિદા,
હુયે ન હૈ, ન હોગિ , મુનિંદ કુંદકંદસે ''
કુંદકુંદાચાર્યદવ સાક્ષાત્ સદેહે ભગવાન પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. શ્રુતકેવળીઓ સાથે ચર્ચા કરી હતી. ભગવાનની વાણી સવારે, બપોરે, સાંજે છ છ ઘડી નીકળે તેનું શ્રવણ કર્યું હતું. પછી ભારતમાં પધારીને પાંચ પરમાગમોની રચના કરી છે. તેઓ વિદેહમાં ગયા હતા એ સત્ય વાત છે. એમાં પંચમાત્ર પણ શંકાને સ્થાન નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com