________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
નહિ આત્માર્થ.' ખાલી કાળલબ્ધિ, કાળલબ્ધિ-એમ ધારણાની વાત કરે એને કાળલબ્ધિનું સાચું જ્ઞાન નથી.
પ્રશ્ન:- ભગવાન કેવળીએ દીઠું હોય ત્યારે સમ્યગ્દર્શન થશે એ વાત શું બરાબર નથી?
ઉત્તર:- ભગવાન કેવળીએ દીઠું હોય ત્યારે સમ્યગ્દર્શન થશે એમ તું કહે છે પણ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી કેવળજ્ઞાનની પર્યાયનો તને સ્વીકાર છે? જો કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે તો કોની સન્મુખ થઈ એ સ્વીકાર કર્યો છે; દ્રવ્યસ્વભાવની કે પર્યાયની ? પર્યાય ઉપર દૃષ્ટિ કરતાં તેની સત્તાનો સ્વીકાર થતો નથી કેમકે વર્તમાન પર્યાય અલ્પજ્ઞ છે. તેનો સ્વીકાર દ્રવ્યસન્મુખ દષ્ટિ કરતાં થાય છે કેમકે દ્રવ્યસ્વભાવ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવરૂપ છે. અહો ! જ્ઞ-સ્વભાવી-કેવળજ્ઞાનસ્વભાવી આત્મા અંતરંગમાં પ્રત્યક્ષ પ્રગટ છે તેની સન્મુખ દષ્ટિ કરતાં પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે; એને જ કેવળજ્ઞાનની સત્તાનો યથાર્થ નિર્ણય થાય છે. (પર સન્મુખતાથી કેવળજ્ઞાનની સત્તાનો સમ્યક નિર્ણય થતો નથી). પ્રવચનસાર ગાથા ૮૦માં પણ એમ જ કહ્યું છે કે
“જો જાણદિ અરહંત દધ્વત્તગુણત્તપન્જયQહિં સો જાણદિ અપ્પાણે મોહો ખલુ જાદિ તસ્સ લય'
જે અરહંતનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તેની પરિણતિ પોતાના શુદ્ધ દ્રવ્યસ્વભાવમાં -શસ્વભાવમાં ઝુકી જાય છે અને તેનો મોહ નાશ પામે છે અર્થાત્ તે સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે. ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિપૂર્વક જ કેવળજ્ઞાનની સત્તાનો સમ્યક નિર્ણય થાય છે અને એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
અહીં કહે છે કે હું સર્વજ્ઞસ્વભાવી જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છું એ વાતને અજ્ઞાની ભૂલી ગયો છે અને તેથી પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થઈને વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો તે વિકારનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત કરી. હવે ગુલાંટ ખાઈને દ્રવ્યદષ્ટિ વડે જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે એવા જ્ઞાનીની વાત કરે છે
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું-એકરૂપે નહિ પણ-ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે.”
પોતે આત્મસન્મુખ પુરુષાર્થ કરવાથી જ્ઞાની થયો ત્યારે તેને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન હોય છે. કર્મ માર્ગ આપ્યો માટે જ્ઞાની થયો છે એમ નથી. પોતાના શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com