________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૬ ]
[ ૬૩
રાગનો કર્તા થાય છે અને પરદ્રવ્ય મારાં છે એમ માની તે મિથ્યા માન્યતાનો કર્તા થાય છે. પદ્રવ્યનો કર્તા તો કદીય કોઈ જીવ થઈ શક્તો નથી. પરની દયા પાળી શકે કે પરને જીવાડી શકે એ તો વસ્તુનું સ્વરૂપ જ નથી. તે પર જીવનું આયુષ્ય હોય તો તે બચે અને તેનું આયુ પૂરું થાય તો દેહ છૂટી જાય. એમાં તું શું કરી શકે ? શું તું એને આયુષ્ય દઈ શકે છે? શું તું એનું આયુષ્ય હરી શકે છે? ના. તો હું પરજીવને બચાવું કે મારું એ માન્યતા તારી મિથ્યા છે. ભાઈ ! ભગવાન જિનેશ્વરનો માર્ગ આખી દુનિયાથી જુદો છે. અરે ! વાડામાં જન્મ્યા તેને પણ માર્ગની ખબર નથી ! અરેરે ! એમ ને એમ જિંદગી વ્યર્થ ચાલી જાય છે!
પ્રશ્ન:- મુનિરાજ છ કાયના જીવની રક્ષા કરે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર:- ભાઈ ! શાસ્ત્રમાં વ્યવહારનયથી એ કથન આવે છે. મુનિરાજ ત્રણ કપાયના અભાવરૂપ અકષાય પરિણતિના સ્વદયાના સ્વામી છે. તેમને પરજીવની હિંસાનો વિકલ્પ હોતો નથી અને પરજીવની દયાનો વિકલ્પ કદાચિત્ થાય તેના તે સ્વામી થતા નથી, માત્ર જ્ઞાતા રહે છે. તેથી વ્યવહારથી મુનિરાજ છ કાયના જીવની રક્ષા કરે છે એમ કથન કરવામાં આવે છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
આ રળવું-કમાવું અને વેપારધંધા કરવા તથા બેરાં-છોકરાને સાચવવાં ઇત્યાદિ પ્રવૃત્તિમાં રોકાઈ ગયો તે મજૂરની જેમ પાપની મજૂરીમાં કાળ ગુમાવે છે. અજ્ઞાની રાગનો કર્તા છે પણ બહારનાં પરનાં કાર્યોનો તો કર્તા કદીય નથી. કારખાનામાં લાદી બને તે જડની ક્રિયા છે. તે ક્રિયા આત્મા કરી શકે નહિ. જડની ક્રિયાનો સ્વામી તો જડ છે. તેનો સ્વામી શું જીવ થાય? તથાપિ જડની ક્રિયાનો સ્વામી પોતાને માને તે મૂઢ મિથ્યાષ્ટિ છે. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એ ત્રણકાળમાં સંભવિત નથી, કેમકે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડકતું નથી. પોતાના સ્વદ્રવ્યમાં પરનો, શરીરનો, લક્ષ્મીનો અભાવ છે. માટે આત્મા પરનું કાંઈ કરતો નથી અને પારદ્રવ્યો આત્માનું કાંઈ કરતાં નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાથી ટકી રહ્યું છે અને પરિણમી રહ્યું છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યના પરિણામનું કર્તા ત્રણકાળમાં નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. માટે હું ભાઈ ! પર વિના મારે ચાલે નહિ એવી માન્યતા છોડી દે. તને ખબર નથી પણ અનંતકાળમાં તે પર વિના જ ચલાવ્યું છે. પોતાની માન્યતા વિપરીત છે તેથી અજ્ઞાનીને લાગે છે કે પર વિના ચાલે નહિ.
આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સ્વચતુષ્ટયમાં રહેલો છે. પરના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવરૂપ પરચતુષ્ટયમાં આત્મા રહેલો નથી. માટે પર વિના જ પ્રત્યેક જીવે ચલાવ્યું છે. પરનો તારામાં અભાવ છે. તે અભાવથી તારો સ્વભાવ ટકે એવું કેમ બને? ન બને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com