________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ એકલા આનંદનું ઢીમ-ચોસલું છે. તેના લક્ષે પ્રગટ થતો ધર્મ ધર્મીનું કર્તવ્ય છે. ધર્મીને લડાઈના પરિણામ, વિષય-વાસનાના પરિણામ કમજોરીવશ થાય છે તોપણ ધર્મી તેના જ્ઞાતા રહે છે, કર્તા થતા નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! પરંતુ અજ્ઞાની પુણ્યપાપના ભાવ જે અચેતન મોહકર્મનું ભાવ્ય છે તે જાણે પોતાનું કર્તવ્ય છે એમ માનતો હોવાથી તે તે ભાવનો તે કતો થાય છે. પરનું કાર્ય હું કરુ, પરને મા, પ૨ને જીવાડું, પરની રક્ષા કરું ઇત્યાદિ માનનાર મિથ્યાદષ્ટિ મૂઢ છે. અરે ! પોતાની દયા પાળે નહિ અને પરની દયાનો શુભરાગ આવે તેને પોતાનું કર્તવ્ય માને છે તે પોતાની હિંસા કરે છે. અમૃતચંદ્રસ્વામીએ પુરુષાર્થ-સિદ્ધયુપાયમાં રાગને હિંસા કહી છે. ભાઈ ! તને બહારમાં કોઈ શરણ નથી. (અને તે પણ કોઈ અન્યનું શરણ નથી.) અંતરંગમાં પ્રગટ બિરાજમાન ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ એક જ તને શરણ છે. ત્યાં દષ્ટિ કર તો શરણ મળે તેમ છે. અરહંતાદિ જે ચત્તારિ શરણ કહેવાય છે એ વ્યવહારથી શરણ કહેલા છે. ભાઈ ! આવો જ વીતરાગનો માર્ગ છે.
વળી તે, પરયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે.” છ દ્રવ્યોના વિચારના વિકલ્પમાં એકાકારપણે તલ્લીન થાય છે તે પરદ્રવ્યને પોતાના માને છે.
ભાઈ ! અનંતા નિગોદના જીવ અને અનંતા સિદ્ધોને જ્ઞાનની એક પર્યાય જાણે તે પર્યાયનું સામર્થ્ય કેટલું? નિગોદના જીવને બચાવી શકે કે તેમની દયા પાળી શકે એ વાત નથી; પણ અનંતની સત્તાને અનંતપણે જાણે એ જ્ઞાનની પર્યાયનું કોઈ અદ્દભુત અચિંત્ય સામર્થ્ય છે. અરે ભાઈ! અનંતા સિદ્ધ ભગવંતો ભક્તિ કરવા યોગ્ય છે માટે શાસ્ત્રમાં એનું કથન છે એમ નથી; તેમજ જે અનંત નિગોદના જીવો છે તેમની દયા પાળવી યોગ્ય છે માટે શાસ્ત્રમાં તેમનું કથન છે એમ નથી. તો શી રીતે છે? અહાહા..! પ્રભુ! તારી જ્ઞાનની પર્યાયમાં આટલા અનંત જ્ઞયો જાણવામાં આવે એવું તારી જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશક અચિંત્ય સામર્થ્ય છે એ સમજાવવા શાસ્ત્રમાં આ વાત કરી છે અનંત પરદ્રવ્ય છે તે શેય છે અને ભગવાન આત્મા જ્ઞાયક-જ્ઞાયક જાણગસ્વભાવી છે. જ્ઞાની અનંતા પરજ્ઞયને જાણતો થકો જ્ઞાતા રહે છે. અને અજ્ઞાની જ્ઞય અને જ્ઞાયકને એકરૂપ કરતો થકો શુભાશુભ વિકલ્પોને ઉપજાવતો એવો તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહો ! ગજબ વાત છે!
ક્રોધાદિક ભાવ તે સવિકાર ચૈતન્યપરિણામ છે અને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય મારાં છે એમ માને તે સોપાધિક ચૈતન્યપરિણામ છે. અજ્ઞાની, રાગ મારો છે એમ માની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com