________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ભાવ પુદ્ગલની અવસ્થા છે એમ અહીં કહે છે; કેમકે શુભરાગથી પુદ્ગલકર્મ બંધાય છે અને તેના ફળમાં પુદ્ગલના સંયોગો મળે છે.
વાત તો એ છે પણ લોકોને મળી ન હતી એટલે નવી લાગે છે; પણ આ વાત નવી નથી. ભાઈ ! આ તો અનાદિની ચીજ છે અને અનંત તીર્થકરોએ કહેલી છે. વિભાવથી વિમુખ
ભાવસમ્મુખ થતાં રાગથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય છે. ત્યારે તે પોતાને જ્ઞાતા જાણે છે. ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને રાગ આવે છે, સુખદુ:ખની કલ્પના થાય છે, વ્યવહાર હોય છે પણ તે તેનો જાણનાર જ્ઞાતાદ્રષ્ટા કહે છે.
આત્મા સદા વીતરાગસ્વભાવી છે અને વીતરાગતા પ્રગટ કરવી તે મોક્ષમાર્ગ છે. રાગ કે જે પુદગલની અવસ્થા છે તે વીતરાગતાનું કારણ કેમ થાય? અરે ! જેને વ્યવહારની યથાર્થ સમજણ નથી તેને નિશ્ચયની પ્રાપ્તિ કેમ થઈ શકે ? નિશ્ચય છે તેને વ્યવહાર હોય છે. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ વ્યવહાર હોય છે પણ એ તેનો જ્ઞાતા-જાણનારો છે. વ્યવહાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. ભેદજ્ઞાન થાય ત્યારે જીવ પોતાને જ્ઞાતા જાણે છે અને રાગદ્વેષને પુદ્ગલ જાણે છે. રાગ પોતાની ચીજ નથી પણ પોતાથી ભિન્ન છે એમ તે જાણે
અહાહા..! વસ્તુ ચૈતન્યસ્વભાવ શાયકભાવ એકલા આનંદથી ભરેલો છે. આત્મા નિત્યાનંદ, સહજાનંદ, પરમાનંદસ્વરૂપ પ્રભુ છે. તેનું રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું તે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા રાગ અને સુખદુ:ખની કલ્પનાને જ્ઞાતાપણે જાણે છે, તેને પોતાની ચીજ અને પોતાનું કર્તવ્ય માનતા નથી.
૯રમી ગાથામાં અજ્ઞાનીની વાત કરી છે. અજ્ઞાની જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. અહીં ગાથા ૯૩માં જ્ઞાનીની વાત છે. ધર્મી જીવ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. ધર્મી રાગનો કર્તા નથી પણ જ્ઞાતાદષ્ટા છે. સમકિતી ચક્રવર્તી રાજા હોય, લડાઈમાં પણ જાય, તેને લડાઈનો વિકલ્પ આવે પણ તે વિકલ્પનો તે જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવી વાત છે. લ્યો, ૯૩ પૂરી થઈ.
[ પ્રવચન નં. ૧૫૯, ૧૬૦, ૧૬૧ ચાલુ * દિનાંક ૧૮-૮-૭૬ થી ૨૦-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com