________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯૪
कथमज्ञानात्कर्म प्रभवतीति चेत्तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स।।९४ ।।
त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति क्रोधोऽहम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९४ ।।
હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છે:
હું ક્રોધ” એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪.
ગાથાર્થ:- [ ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો [WS: ] આ [ ઉપયોn: ] ઉપયોગ [કદમ મો:] “હું ક્રોધ છું' એવો [ માત્મવિવં] પોતાનો વિકલ્પ [ કરોતિ] કરે છે; તેથી [ :] આત્મા [તસ્ય ઉપયોગીચ] તે ઉપયોગરૂપ [ માત્મમાવસ્ય] પોતાના ભાવનો [ વર્તા] કર્તા [ ભવતિ] થાય છે.
ટીકાઃ- ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્ય-ભાવકભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે ) અનુભવન કરવાથી, “હું ક્રોધ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી “હું ક્રોધ છું' એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે “ક્રોધ” પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ- અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને “હું ક્રોધ છું, હું માનું છું” ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com