________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૩ ]
[ ૩૭
રાગને જાણું જ છું ઇત્યાદિ વિધિથી રાગનો અકર્તા પ્રતિભાસે છે. “પોતે જ્ઞાનમય થયો થકો 'એટલે રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. સ્વયં અભેદ જ્ઞાનપણે પરિણમતો આ હું રાગને જાણે જ છું એમ ધર્મી માને છે. રાગથી લાભ (ધર્મ) થાય અથવા રાગ મારું કર્તવ્ય છે. એમ ધર્મી જીવ માનતો નથી. વ્યવહારથી નિશ્ચય થાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. બાકી રાગથી વીતરાગતા થાય એમ કદી હોય શકે નહિ. જ્ઞાની તો માને છે કે હું
જાણું જ છું. (કરું છું એમ નહિ).
પ્રશ્ન:- રાગને જાણું પણ છું અને રાગને કરું પણ છું એમ અનેકાન્ત કરો તો?
ઉત્તર:- ભાઈ ! એ અનેકાન્ત નથી; હું રાગને એકાંતે જાણું છું અને રાગપણે પરિણમતો નથી એનું નામ સમ્યક અનેકાન્ત છે.
રાગી તો પુદગલ છે. વ્યવહારરત્નત્રયનો રાગ પુદગલ છે. રાગી તો પુદ્ગલ છે એટલે કે જીવ સ્વરૂપથી રાગી નથી કેમકે જીવ તો ચૈતન્યસ્વરૂપ છે. રાગી તો પુદ્ગલ છે અર્થાત્ રાગનો કર્તા પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ સમસ્ત રાગાદિ કર્મનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે. જાઓ, આ ભેદજ્ઞાનની વિધિ ! ધર્મી રાગનું જ્ઞાન કરે છે તે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. રાગ પ્રગટ કરવો તે આત્માનો સ્વભાવ નથી. આ પ્રમાણે જ્ઞાની રાગનો અકર્તા પ્રતિભાસિત થાય છે.
* ગાથા ૯૩ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્યારે આત્મા રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ “જેમ શીતઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે' એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.'
અહો! શું અલૌકિક વાતો છે! ભાઈ ! બહુ ધીરજથી આ સાંભળવું જોઈએ. કહે છેજ્ઞાની રાગદ્વેષ અને સુખદુઃખી અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે છે. પોતાની પર્યાયમાં જે પુણ્ય પાપના ભાવ અને સુખદુ:ખની કલ્પના આદિ વિકારી ભાવ થાય છે તે પુદ્ગલની અવસ્થા છે અને ધર્મી તેને જ્ઞાનથી ભિન્ન જાણે છે. પરમાં સુખ છે એવો વિકલ્પ, પરમાં દુઃખ છે એવો વિકલ્પ અને પુણ્ય પાપના વિકલ્પ-તે બધાને અહીં પુદ્ગલની અવસ્થા કહેવામાં આવી છે. હવે આવી વાત કોઈને ન બેસે તો શું થાય?
અરે ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એમ છે જ નહિ. વ્યવહાર છે ખરો; જ્યાં સુધી પૂર્ણ વીતરાગ થઈ કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી પોતાના ચારિત્રમાં અધૂરાશ છે. સ્વના આશ્રયમાં કચાશ છે એટલે રાગ આવે છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે છે પણ તે બધી પોતાની ચીજ નથી એમ વાત છે. જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com