________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ 393 દાખલ થયા હતા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે. તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજરૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીં પણ જાણવું. જ્યાં આત્માનું ભાન થયું, સમ્યજ્ઞાન થયું ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપે રહી ગયું અને પુદ્ગલકર્મ પુગલરૂપ જ થઈ જાય છે અને કર્તાકર્મપણું છૂટી જાય છે. “જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બર્ણ કરતા સો, તાકરિ બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલે પરપાસો, આતમમાંહિ સદા સુવિલાસ કરે સિવ પાય રહૈ નિતિ થાસો.'' જીવ અનાદિથી પોતાના ચૈતન્યસ્વરૂપના અજ્ઞાનને કારણે રાગ-દ્વેષરૂપ વિકાર ઉપજાવીને કર્તા થતો હતો, તેથી બંધન થતું હતું અને તેને લઈને ચોરાસીના ચક્કરમાં ભગવાસ કરતો સુખદુ:ખ ભોગવતો હતો. હવે જ્યારે આત્માનું ભાન થયું ત્યારે કર્તા થતો નથી, માત્ર જાણનાર જ રહે છે. તેથી બંધન થતું નથી, પરનો પાસ બંધન) છૂટી જાય છે, અને પોતાના આનંદમાં સદા વિલાસ કરે છે, અને મોક્ષ જાય છે. મોક્ષ પ્રગટ થયા પછી અનંતકાળ સુધી નિત્ય અનંતસુખરૂપ રહે છે. આમ આ સમયસારશાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો બીજો કર્તાકર્મ અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. 199 ચાલુ થી 206 * દિનાંક 12-10-76 થી 19-10-76 ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com