________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ભગવાનની ભક્તિમાં ભક્તો કહે છે ને કે ભગવાન! આપ સિદ્ધ છો, મને સિદ્ધપદ દેખાડો. ત્યાં સામેથી પડઘો પડે છે કે આપ સિદ્ધ છો, તું તારામાં સિદ્ધપદ જો. અહાહા..! આવો આત્મા સ્વભાવે સિદ્ધસ્વરૂપ છે, કેવળજ્ઞાનસ્વરૂપ છે. તેમાં અંતર્નિમગ્ન થઈ સ્થિત થતાં પર્યાયમાં વ્યક્ત સિદ્ધસ્વરૂપ થઈ જાય છે.
ભગવાન! તને આત્માના સામર્થ્યની ખબર નથી. આત્મા ચિન્શક્તિઓના અર્થાત્ જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી ભરેલી ગંભીર જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વસ્તુ છે. જેના બે વિભાગ ન થાય તેવા આખરી સૂક્ષ્મ અંશને અવિભાગ પરિચ્છેદ કહે છે. એવા અનંત અનંત અવિભાગ અંશનો પિંડ તે જ્ઞાન છે. એવા ચિન્શક્તિના સમૂહુના ભારથી ભરેલી જ્ઞાનની જ્યોત પ્રભુ આત્મા છે. અહીં કહે છે-તે જ્ઞાનજ્યોતિ “સત્ત: સર્વે: તથા શ્વતિ' અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે “યથા વર્તા વર્તા ન મવતિ' આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી; “યથા જ્ઞાનું જ્ઞાન ભવતિ ' વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને ‘પુન: પુન: પિ' પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.
અજ્ઞાનમાં પહેલાં રાગનો અને પરનો કર્તા માનતો હતો તે હવે જ્યાં પોતાના જ્ઞાનસ્વરૂપ થયો ત્યાં કર્તા થતો નથી. વળી રાગના નિમિત્તે જે પુદ્ગલ કર્મરૂપે થતું હતું તે હવે અજ્ઞાન મટતાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. અહીં પોતે રાગનો કર્તા થતો નથી, અને ત્યાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, અને પુગલરૂપ જ રહે છે. ભગવાન ચિદ્દન ચિદાન જ રહે છે. બે જુદાં જાણ્યાં તેનું નામ ભેદજ્ઞાન છે અને તેનું ફળ કેવળજ્ઞાન છે, સિદ્ધપદ
* કળશ ૯૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિક ભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે.'
અજ્ઞાનઅવસ્થાને લઈને વિકાર થતો હતો અને તેના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપે બંધાતું હતું. વળી કર્મનો ઉદય આવતાં તેના નિમિત્તે વિકારરૂપ પરિણમતો હતો અને નવાં કર્મ બંધાતાં હતાં. પરંતુ હવે જ્ઞાનભાવ પ્રગટ થતાં એવી જાતનો નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી.
ટીકાઃ- “આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.'
* ભાવાર્થ ઉપરનું પ્રવચન * જીવ અને અજીવ બને કર્તાકર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com