________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ખસીને અંતર્દષ્ટિ કરતાં તને તારી સ્વરૂપસંપદા પ્રાપ્ત થશે. પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ કેમકે તારી ચૈતન્યસંપદા અનંત શાંતિનું કારણ છે.
* કળશ ૯૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જ્યાંસુધી વિકલ્પભાવ છે ત્યાંસુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે.
બહુ થોડામાં ખૂબ ગંભીર વાત કરી છે. જ્યાં સુધી વિકલ્પનો ભાવ મારો છે એમ માને ત્યાંસુધી કર્તાકર્મભાવ છે. પરંતુ વિકલ્પથી ભિન્ન મારો તો જ્ઞાતાદાસ્વભાવ છે એમ ભેદજ્ઞાનવિવેક પ્રગટ કરે ત્યારે કર્તાકર્મભાવનો અભાવ થઈ જાય છે અને ત્યારે અંતરમાં ધર્મ પ્રગટ થાય છે.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે:
* કળશ ૯૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * : રોતિ : વત્ત રોતિ' જે કરે છે તે કેવળ કરે જ છે “તુ’ અને ‘ા: વેરિ : તુ વર્તમ વેરિ' જે જાણે છે તે કેવળ જાણે જ છે; “ : વરાતિ : વજિત ર દિ વેરિ' જે કરે છે તે કદી જાણતો નથી “તુ’ અને ‘ય: વેત્તિ : વરિત નવરાતિ' જે જાણે છે તે કદી કરતો નથી.
જે કર્તા છે તે કેવળ કર્તા જ છે અને જે જાણે છે તે કેવળ જાણે જ છે. કહ્યું છે ને (સમયસાર નાટકમાં )
“કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સૌ જાનનારા;
જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' અજ્ઞાની રાગ મારો છે એવું માને છે, તે કર્તા જ છે. જે જ્ઞાની છે તે જાણે જ છે, તે રાગના જાણનાર જ છે. રાગને અને પોતાને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય દ્વારા માત્ર જાણે જ છે. કથંચિત્ જાણે છે અને કથંચિત્ રાગને કરે છે એમ નથી. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! કોઈ માગણ કહેતા હોય છે-“દાદા ! બીડી આપજો, એક દિવાસળી આપજો; તમને ધર્મ થશે.'' ધર્મ આવી ચીજ નથી, ભાઈ ! અજ્ઞાની કહે છે કે પરની દયા પાળવી તે ધર્મ, પૈસા દાનમાં આપે તે ધર્મ પણ ભાઈ ધર્મનું આવું સ્વરૂપ નથી. ધર્મ શું ચીજ છે તેને જાહેર કરતાં દિગંબર સંતો કહે છે-જે કર્તા છે તે કેવળ કર્તા જ છે. રાગનો કર્તા છે તે માત્ર કર્તા જ છે. તેનો તે કર્તા પણ છે અને જાણનાર પણ છે એવું સ્વરૂપ નથી.
પ્રભુ! તું વિજ્ઞાનઘનસ્વરૂપ છો ને! જગતથી તદ્દન ભિન્ન તું જગદીશ છો ને!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com