________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ]
[ ૩૭૫
વળી તું ધન કમાવામાં પોતાની હોશિયારી માને છે પણ હોશિયારી તો જ્ઞાનનો ક્ષયોપશમ છે. તે શું પરદ્રવ્યમાં ઘુસી જાય છે? ના, કદીય નહિ. તો પરના કાર્યમાં તારો ક્ષયોપશમ શું કરે? કાંઈ નહિ. ધનના-પૈસાના પરમાણુઓ જે તે કાળે યથાસમયે ધનરૂપ થઈ જમા થઈ જાય છે એમાં તારું કે તારી હોશિયારીનું કાંઈ કાર્ય નથી. કોઈ દ્રવ્ય કોઈ પરદ્રવ્યનું કાર્ય કરે એવું વસ્તુસ્વરૂપ જ નથી.
પોતાના જ્ઞાતાસ્વભાવની દૃષ્ટિ છોડીને રાગનો કર્તા થાય તે જ કેવળ એક કર્તા છે, બીજો કોઈ તેનો કર્તા નથી. રાગનો કરનારો જીવ પણ કર્તા, અને નિમિત્ત પણ કર્તા-એમ બે કર્તા નથી. (બે પ્રકારે કથન છે.)
આત્મામાં કર્તા, કર્મ નામની શક્તિ છે. પોતાની નિર્મળ પર્યાયનો આત્મા કર્તા અને નિર્મળ પર્યાય તેનું કર્મ–એવી ત્રિકાળ શક્તિ છે. જેમ જીવમાં જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ છે તેમ કર્તા, કર્મ પણ સ્વભાવ છે. તેનું કાર્ય શું? કે નિર્મળ પરિણતિનો જીવ કર્તા અને નિર્મળ પરિણતિ તેનું કર્મ હોય એ તેનું કાર્ય છે. ૪૭ શક્તિઓમાં અશદ્ધતાની વાત જ લીધી નથી. કોઈ શક્તિમાં અશુદ્ધતા છે જ નહિ. દરેક દ્રવ્યમાં ગુણો અક્રમે છે અને પર્યાયો કમસર એક પછી એક થાય છે. દ્રવ્યમાં ત્રિકાળી દ્રવ્ય અને અનંતશક્તિઓ અક્રમે છે અને નિર્મળ પર્યાય ક્રમસર ઉત્પન્ન થાય છે. આ નિર્મળ પરિણમન તે જીવનું કાર્ય છે; રાગ જીવનું કાર્ય નથી અને જીવ રાગનો કર્તા નથી.
જ્ઞાનીને રાગ થાય છે પણ તેનો કર્તા જ્ઞાની નથી. પરંતુ રાગ સંબંધી જે જ્ઞાન પોતામાં પોતાથી ઉત્પન્ન થાય છે તે જ્ઞાનનો તે કર્તા છે. જ્ઞાનીને રાગ થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર જ્ઞાનીને પોતાનું જ્ઞાન અને રાગનું જ્ઞાન વર્તમાન જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં પોતાથી ક્રમબદ્ધ થાય છે, પોતાની શક્તિનું સહજ આવું કાર્ય છે. આવું સમજ્યા વિના કોઈ પુણ્યના ફળમાં મોટો દેવ થાય વા અબજોપતિ શેઠ થાય, પણ તે બિચારો દુઃખી છે. જેને લૌકિકમાં સુખી કહે છે તેઓ મોહભાવને લીધે વાસ્તવમાં દુઃખી જ છે.
જુઓ, આ ધૂળપતિઓની (લક્ષ્મીવંતોની) બહારની લક્ષ્મી છે તે અજીવ તત્ત્વ છે અને લક્ષ્મીનો જે રાગ-આસક્તિ છે તે આસ્રવ તત્ત્વ છે; તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. પરંતુ આ અજીવ લક્ષ્મી અને તેના પ્રત્યેનો રાગ જે આસ્રવ તત્ત્વ તે મારાં છે એમ જે માને છે તે મૂઢ મિથ્યાદૃષ્ટિ છે. તેને રાગનું-આસ્રવનું–કર્તાકર્મપણું કદી મટતું નથી.
અહાહા..! પ્રભુ! તું ભગવાન છો ને! ભગ કહેતાં જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોથી ભરેલી સ્વરૂપલક્ષ્મી; અને એનો તું સ્વામી એવો ભગવાન છો. પ્રભુ! તારા સ્વરૂપ સંપદાનાં અનંતાં અખૂટ નિધાન છે. તે તરફ અંતર્મુખ થઈ અંતર્દષ્ટિ કર. રાગથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com