________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ]
[ ૩૭૭
રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. એ જગતથી ભિન્ન, એનો જાણનાર દેખના૨ તું જગદીશ છો. ૫૨ને જીવાડી શકે વા મારી શકે એવું ભગવાન! તારું સ્વરૂપ નથી. શું તું પ૨ને આયુષ્ય દઈ શકે છે? ના; માટે તું બીજાને જીવાડી શકતો નથી. શું તું ૫૨નું આયુષ્ય હરી શકે છે? ના; માટે તું પ૨ને મારી શકતો નથી. ભાઈ ! આવું જ સ્વરૂપ છે.
લૌકિકમાં કોઈની ચીજ કોઈ હરી લે તો તે ચોર કહેવાય. તેમ પોતાના ચૈતન્યસ્વરૂપમાં જે ચીજ નથી તેને પોતાની માનવી તે ચોરી છે. બીજાની ચીજને પોતાની માને તે ચોર છે. રાગ ચીજ પોતાની નથી તેને પોતાની માને તે ચોરી છે. બનારસીદાસે કહ્યું છે કે
‘સત્તાકી સમાધિમઁ વિરાજી રહૈ સોઈ સાહુ,
સત્તાતેં નિકસ ઔર ગહૈ સોઈ ચોર હૈ.’’
પોતાની ચૈતન્યસ્વરૂપ સત્તાથી બહાર જઈ રાગનો કર્તા થાય તે ચોર છે.
અહીં કહે છે–રાગનો જે કર્તા થાય તે કર્તા જ છે; તે કર્તા પણ છે અને જ્ઞાતા પણ હોય એમ કદી હોઈ શકે નહિ. કર્તાપણું અને જ્ઞાતાપણું સાથે રહી શકે નહિ. જે કર્તા છે તે એકલો કરનાર જ છે, તેને જ્ઞાતાપણું નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. રાગનો કર્તા પણ થાય અને એનો જ્ઞાતા પણ રહે એમ કદીય બની શકે નહિ.
જ્ઞાની રાગના કર્તા નથી. રાગ છે તે નિશ્ચયથી પુદ્દગલના પરિણામ છે. રાગને પુદ્દગલના પરિણામ કેમ કહ્યા ? કારણ કે રાગ આત્માના ચૈતન્યસ્વરૂપમાં નથી તથા તે પુદ્દગલના નિમિત્તે થાય છે માટે તેને પુદ્દગલના પરિણામ કહ્યા છે. આત્માના ચૈતન્યસ્વભાવથી રાગ વિરુદ્ધ ભાવ છે. તેથી રાગને અચેતન, અજીવ અને પુદ્દગલનો ભાવ કહ્યો છે. ૭૨મી ગાથામાં રાગને અશુચિ, જડ અને દુઃખનું કારણ કહેલ છે.
આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ પ્રભુ છે. તે દુ:ખનું અકારણ છે. આત્મા રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. વ્યવહારનો રાગ છે તો સમકિત થયું એમ રાગનું આત્મા કાર્ય નથી. તેવી રીતે આત્મા રાગનું કારણ નથી, આત્મા રાગનો કર્તા નથી.
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ કેટલાક માને છે પણ વ્યવહારથી જો નિશ્ચય થાય તો સમ્યગ્દર્શન રાગનું કાર્ય સિદ્ધ થશે. પણ એમ છે નહિ, કેમકે વીતરાગતા તે વળી રાગનું કાર્ય કેમ હોય? ધર્મી જીવ રાગનો માત્ર જાણનાર જ છે. જેને પોતાના શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો તે રાગનો માત્ર જાણનાર જ છે. જાણનાર પણ છે અને રાગનો કરનાર પણ છે એમ નથી. જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું બે સાથે હોઈ શકતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com