________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
(રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स वचित्।। ९६ ।।
(ન્દ્રવજ્ઞા) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ९७ ।।
શ્લોકાર્ધ - [ : રોતિ : છેવત્ત રોતિ] જે કરે છે તે કેવળ કરે જ છે [1] અને [ 4: વેત્તિ સં. તુ છેવતમ્ વેત્તિ ] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [ 4: રોતિ સ: વચિત્ ન હિ વેરિ] જે કરે છે તે કદી જાણતો નથી [1] અને [: વેત્તિ સ: વવત્
રોતિ] જે જાણે છે તે કદી કરતો નથી.
ભાવાર્થ:- કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬.
એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છે:
શ્લોકાર્ધ - [ રોતી અન્ત: જ્ઞત્તિ: ન હિ ભાસતે] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [૨] અને [ જ્ઞો મન્ત: રોતિ: ન માસ] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [તત: જ્ઞપ્તિ: રાતિ: ૨ વિક્રમને] માટે જ્ઞતિક્રિયા અને “કરોતિ' ક્રિયા બન્ને ભિન્ન છે; [૨ તત: રુતિ સ્થિતં] અને તેથી એમ ઠર્યું કે [ જ્ઞાતા વર્તાઈ ન] જે જ્ઞાતા છે તે કર્તા નથી.
ભાવાર્થ- “હું પરદ્રવ્યને કરું છું” એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ “કરોતિ” ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું” એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.
અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કપાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાન -અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com