________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૩ર થી ૧૩૬
अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं ।। १३२ ।।
उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ।। १३३ ।। तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा।। १३४ ।।
एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं।। १३५ ।।
तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया। तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ।। १३६ ।।
આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છે:
અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨,
જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩.
શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪.
આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ છે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫.
કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com