________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ ]
|| પ્રવચન રત્નાકર ભાગ-૫
હવે એક દિ બન્યું એમ કે એમનો જુવાનજોધ દીકરો એકાએક ગુજરી ગયો. સ્મશાનેથી બાળીને સૌ ઘેર આવ્યા. ઘરમાં સૌ રો-કકળ કરે અને બધે શોકનું ગમગીન વાતાવરણ બની ગયું. દીકરાનો બાપ શેઠ કહે-રોટલા-રોટલી બનાવો, આજે ચુરમુ ન ખવાય. સૌ સગાંવહાલાં કહેતમને ચૂરમાની ટેવ છે માટે તમે ચૂરમુ જ ખાઓ, તમને બીજાં માફક નહિ આવે. તે વખતે
ભોજન કર્યું. શેઠ ચૂરમુ ખાધું, પણ ચૂરમાની એમને હોંશ ન હતી. તેમ જ્ઞાનીને રાગ આવે છે પણ તેને રાગની હોંશ નથી. ધર્મીને રાગની રુચિ ખલાસ થઈ ગઈ હોય છે.
પ્રશ્ન:- જ્ઞાનીને ઉદયની બળજરીથી રાગ આવે છે એટલે શું?
ઉત્તર:- ઉદયની બળજરીથી રાગ આવે છે એ તો નિમિત્તની મુખ્યતાથી કહ્યું છે. એનો અર્થ એમ છે કે જ્ઞાનીને પુરુષાર્થની કમજોરી છે. જે રાગ આવે છે તે પોતાના અપરાધથી આવે છે અને તે પોતાના કારણે આવે છે. જડકર્મને લઈને રાગ થાય છે વા જડકર્મનો ઉદય રાગ કરાવે છે એમ છે જ નહિ, કર્મ તો જડ છે. કહ્યું છે ને કે
‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.'
જ્યાં જ્યાં એમ કથન આવે કે કર્મના ઉદયની બળજોરીથી રાગ થાય છે ત્યાં ત્યાં એમ સમજવું કે રાગ પોતાની કમજોરીથી પોતાના કારણે થાય છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્તમાત્ર છે. (પુરુષાર્થ કમજોર છે તો કર્મ બળવાન છે એમ નિમિત્તથી કહેવામાં આવે છે ).
હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે:
કળશ ૬૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન
મજ્ઞાની' અજ્ઞાની “અજ્ઞાનમયમાવાનામ ભૂમિ ' (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં ‘વ્યાણ' વ્યાપીને ‘દ્રવ્યવર્મનિમિત્તાનાં માવાનીમ' (આગામી) દ્રવ્યકર્મના નિમિત્ત જે (અજ્ઞાનાદિક ) ભાવો તેમના “દેતુનામ તિ' હેતુપણાને પામે છે. (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.).
અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એટલે રાગની રુચિમાં પડ્યો છે. પોતાનો જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ, વીતરાગસ્વભાવ તેને છોડીને અજ્ઞાની રાગની રુચિમાં જોડાયો છે. અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્યકર્મનાં નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો છે. તેમના હેતુપણાને પામે છે. અર્થાત દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.
જૂના કર્મના ઉદયનું લક્ષ કરીને, નવા કર્મબંધના કારણરૂપ જે અજ્ઞાનભાવ તેના હેતુપણાને પ્રાપ્ત થાય છે. આ અજ્ઞાનીની વાત કરી છે.
[ પ્રવચન નં. ૧૮૭
*
દિનાંક ૧૬-૯-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com