________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ]
[ ૨૫૩
સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. એની દૃષ્ટિ જ્ઞાનસ્વભાવ ઉપર જ સતત મંડાયેલી રહે છે. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ સર્વજ્ઞસ્વભાવમય છે; એની જેને દૃષ્ટિ થઈ છે તે જ્ઞાની જ્ઞાનસ્વરૂપે પરિણમે છે. જ્ઞાનનું ઉલ્લંઘન કરીને જ્ઞાની પરિણમતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીને રાગાદિમાં સ્વામીપણું નથી. અશુભરાગ પણ કદાચિત્ જ્ઞાનીને થાય છે પણ તેનું તેને સ્વામીપણું નથી.
જ્ઞાની અન્ય યોની માફક ક્રોધાદિ વિકારી ભાવોનો જ્ઞાતા જ છે, કર્તા નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પર પદાર્થ જેમ જ્ઞય છે, જાણવા લાયક છે તેમ નબળાઈથી થતા રાગાદિ વિકારી ભાવ જ્ઞાનીને જ્ઞાનના જ્ઞય છે, જાણવા લાયક છે, જ્ઞાની તેના કર્તા થતા નથી. રાગાદિ ભાવ કરવા લાયક છે એમ માનતા નથી માટે કર્તા નથી; પરિણમન છે એ અપેક્ષાથી કર્તા કહેવામાં આવે છે એ જુદી વાત છે.
સમકિતીના અંતરની લોકોને ખબર નથી. લોકો તો બસ આ કરો ને તે કરો-વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, જાત્રા કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિરો બંધાવો, પ્રતિષ્ઠા કરાવો, એમ પાંચ-પચીસ લાખ ખર્ચ કરો ઇત્યાદિ વડે ધર્મ થવો માને છે, પણ એમાં તો ધૂળેય ધર્મ નથી. એ તો શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. અજ્ઞાની અને ધર્મ માને છે તે મિથ્યાત્વ છે અને જ્ઞાની તેને પરજ્ઞય તરીકે પોતાના જ્ઞાનમાં જાણે છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટું અંતર છે, ઉગમણા-આથમણો ફેર છે. જેમ ધાવમાતા બાળકને ધવરાવે પણ એ મારો દીકરો છે એમ માનતી નથી, તેમ ધર્મી જીવને રાગ આવે છે પણ રાગ મારો છે એવું એને સ્વામિત્વ નથી. જે રાગ આવે છે તેને માત્ર પરશેય તરીકે જાણે છે. પોતાનું જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તે સ્વય છે. જ્ઞાનીની દૃષ્ટિ સ્વય જે શુદ્ધ આત્મા ત્યાંથી ખસતી નથી અને તેથી તેના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે.
સમ્યગ્દષ્ટિની રુચિ શુદ્ધ આત્મદ્રવ્યમાં છે. અંદર પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય એકલો ઉજ્વળ પવિત્ર અનંતગુણોનો પિંડ પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તેની જ્ઞાનીને નિરંતર રુચિ છે, તેને રાગાદિ ભાવની રુચિ નથી. જેમ કોઈ નોકર શેઠનું કામ કરતો હોય તે બોલે એમ કે અમારે માલ લેવો છે, અમારે માલ વેચવો છે ઇત્યાદિ. પરંતુ અંદર જાણે છે કે “અમારે” એટલે પોતાને
ણ શેઠને માલ લેવાનો-વેચવાનો છે. તેમ રાગાદિ ભાવ જે જ્ઞાનીને આવે છે તેને અંદરથી એમ જાણે છે કે-આ રાગાદિ ભાવ છે તે મારો નથી, એ તો કર્મની ઉપાધિ છે; મારો તો એક ચિદાનંદમય શદ્ધ જ્ઞાયકભાવ છે. રાગ મારું કર્તવ્ય નહિ. જ્ઞાન મારું કર્તવ્ય છે રાગનો હું તો જ્ઞાતામાત્ર છું.
એક શેઠને હંમેશાં ચૂરમુ ખાવાની આદત હતી. તેમને ચૂરમુ જ માફક આવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com