________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાતાદષ્ટા છે. શુદ્ધ નિરંજન સદા પરમાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંતર્દષ્ટિનો વિષય છે. પરંતુ તેની દષ્ટિ છોડીને જે પર્યાય ઉપર દષ્ટિ માંડે છે તે જીવ મિથ્યાત્વ અને પુણ્ય પાપના ભાવનો કર્તા થાય છે. અને ત્યારે આત્માના તે મિથ્યાત્વાદિ ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ પરિણમે છે. જીવે મિથ્યાત્વના પરિણામ કર્યા માટે ત્યાં કર્મની પર્યાય દર્શનમોહપણે થઈ એમ નથી. અરે ભાઈ! નિમિત્તનૈમિત્તિકસંબંધનો અર્થ કર્તાકર્મ નથી. અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે ત્યાં પુદગલકર્મ પોતાની મેળે કર્મરૂપે પરિણમે છે. આવી સ્વતંત્રતાની વાત છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે
“જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે. અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે.”
જાઓ, મંત્રસાધક પોતાની મંત્રસાધનાની–ધ્યાનની પર્યાયનો કર્તા છે, પણ જે બીજાને ઝેર ઉતરી જાય તે ક્રિયાનો એ કર્તા નથી. કહ્યું ને કે-તેમાં સાધકનું ધ્યાન અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે. અહાહા...! પરમાં જે પરિણતિ થઈ તે મંત્રસાધકથી થઈ નથી. મંત્રસાધકનું ધ્યાન નિમિત્તભૂત થતાં, તે કર્તા થયા સિવાય સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે. આ સ્ત્રીઓ જે ધૂણે છે એ ધૂણવાની અવસ્થા પોતાની પોતાથી છે, એમાં મંત્રસાધકનું કોઈ કાર્ય નથી. એ પરની ધૂણવાની ક્રિયાનો કર્તા મંત્રસાધક નથી. છે ને કે સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે. તેવી જ રીતે સાધકનું ધ્યાન નિમિત્તભૂત થતાં બંધનો, સાધક કર્તા થયા સિવાય, સ્વયમેવ તૂટી જાય છે.
મંત્રનો સાધક પોતાની સાધનાની પર્યાયનો કર્તા છે, પણ તે પરની (નૈમિત્તિક) પરિણતિનો કર્તા નથી. અરે! બહુ ગડબડ ચાલે છે, અત્યારે તો એમ માને છે કે જ્ઞાનાવરણીય કર્મ જીવનું જ્ઞાન રોકે છે અને ચારિત્રમોહના ઉદયથી જીવને રાગ થાય છે અને વ્યવહારથી નિશ્ચય થાય છે ઇત્યાદિ. પણ એમ છે નહિ. અહીં તો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ કર્તા થયા સિવાય જીવની જ્ઞાનની હીણી દશા સ્વયમેવ થાય છે. બહુ ઝીણી વાત છે, ભાઈ !
વ્યવહાર છે તે નિશ્ચયનો કર્તા નથી. ચૈતન્યસ્વભાવ ઉપર દૃષ્ટિ દેતાં સહજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે તેનો કર્તા આત્મા છે. ખરેખર તો તે નિર્મળ પર્યાયનો કર્તા પર્યાય પોતે છે, પણ પર્યાયનો આત્મા સાથે (અભેદપણાનો) સંબંધ ગણીને સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા કર્તા કહેવામાં આવે છે. પરંતુ તે સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા વ્યવહાર સમકિત નથી. નિશ્ચયરત્નત્રયમાં વ્યવહાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com