________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૧ ]
L[ ૧૧
રત્નત્રય નિમિત્ત છે, પણ વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયનું કર્તા નથી. અહીં કહ્યું ને કે વ્યવહારરત્નત્રય કર્તા થયા સિવાય જીવ સ્વયં નિશ્ચયરત્નત્રયપણે સ્વભાવના લક્ષે પરિણમે છે.
જ્યાં વ્યવહારરત્નત્રયને મોક્ષનું પરંપરાકારણ કહ્યું હોય ત્યાં તે ઉપચારથી કથન કર્યું છે એમ સમજવું અને તે પણ જ્ઞાનીના સંદર્ભમાં વાત છે. અજ્ઞાનીના શુભરાગમાં તો પરંપરા-કારણનો અરોપ પણ આવતો નથી.
અજ્ઞાનીને વ્યવહાર હોતો નથી. અજ્ઞાનીને તો વ્યવહારમૂઢ કહ્યો છે. સમયસાર ગાથા ૪૧૩માં ત્રણ શબ્દ કહ્યા છે-અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી. ““હું શ્રમણ છું, હું શ્રમણોપાસક છું એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થ-સત્ય ભગવાન સમયસારને દેખતાઅનુભવતા નથી.'' અરે ભાઈ ! રાગની મંદતા તો જીવ અનાદિથી કરતો આવ્યો છે, એમાં કાંઈ નવું નથી. સમ્યગ્દર્શન વિના કથનમાત્ર વ્યવહારરત્નત્રયનું જીવે અનંતવાર પાલન કર્યું છે. નિયમસાર કળશ ૧૨૧માં કહ્યું છે કે જે કથનમાત્ર વ્યવહારરત્નત્રય છે તેને ભવમાં ડૂબેલા જીવે અનંતવાર આચર્યું છે, પરંતુ અરેરે ! જ્ઞાનસ્વરૂપ જે એક પરમાત્મતત્ત્વ છે એનું આચરણ કર્યું નથી. સમ્યગ્દર્શન વિના ભેદજ્ઞાનરહિત વ્યવહારમાં જે લીન છે તે વ્યવહારમૂઢ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ્ઞાનીને જે વ્યવહાર આવે છે તેનો તે જ્ઞાતા થાય છે, કર્તા થતો નથી.
ત્યાં ગાથા ૪૧૩ના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે- “અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.'' આ પ્રમાણે અજ્ઞાનીનો વ્યવહાર નિષ્ફળ છે, નિરર્થક છે. જ્યારે જ્ઞાની નિશ્ચય પર આરૂઢ છે; તે વ્યવહારમાં મૂઢ નથી પણ વ્યવહારના જ્ઞાતાદ્રષ્ટા છે. જેને આત્મજ્ઞાનની દશા પ્રગટ અનુભવમાં આવી છે તેવા પંચમગુણસ્થાનવાળા અને છઠ્ઠી ગુણસ્થાનવાળા જ્ઞાનીને શુભભાવના કાળમાં અશુભ ટળે છે તેથી તેના શુભરાગને વ્યવહાર કહેલો છે. પણ તે વ્યવહાર તે કાંઈ નિશ્ચયનું વાસ્તવિક સાધન નથી. બાહ્ય નિમિત્ત હો, પણ તે નિશ્ચયનો કર્તા નથી. જ્યાં એને સાધન કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે એમ સમજવું.
જડ અને ચેતનની પર્યાય થાય તે વખતે જ્ઞાનીની ત્યાં ઉપસ્થિતિ (બાહ્ય વ્યાપ્તિ) હોય તો જ્ઞાની તેમાં નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્તકર્તા નહિ. નિમિત્ત અને નિમિત્ત-કર્તામાં ફેર છે. અજ્ઞાની મિથ્યાષ્ટિ જીવ જે રાગદ્વેષનો કર્તા થાય છે તેનો રાગ, ભોગ આદિ જે ક્રિયા થાય તેનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. મિથ્યાષ્ટિને નિમિત્તકર્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com