________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ]
[ ૨૧૧
થાય છે. જેમ નદીમાં પ્રાણીનો પ્રવાહ ચાલે તેમાં કાઠો તેને નિમિત્ત છે. કાંઠાને લઈને પ્રાણીનો પ્રવાહ ચાલે છે એમ નથી; પ્રવાહ તો પોતાથી ચાલે છે એમાં બન્ને કાંઠા તેને અનુકૂળ છે, અર્થાત્ નિમિત્ત છે.
તેમ નવાં કર્મ જે બંધાય તે પોતાથી બંધાય છે ત્યારે જીવના વિકારી ભાવ તેમાં નિમિત્ત છે. વિકારી ભાવ છે માટે ત્યાં કર્મબંધનની પર્યાય થાય છે એમ નથી. જીવને અનુકંપાના ભાવ થાય તે વખતે શાતાવેદનીય કર્મ બંધાય છે. તે કર્મ સ્વયં પોતાની યોગ્યતાથી બંધાય છે ત્યારે તેમાં જીવના અનુકંપાના ભાવને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત નામ અનુકૂળ અને જે પ્રકૃતિ બંધાય તેને અનુરૂપ કહેવાય છે. આ વાત ગાથા ૮૬માં આવી ગઈ છે. માટીમાંથી ઘડો બને તેમાં કુંભાર અનુકૂળ છે અને માટી તેને અનુરૂપ છે. ઘડો થવામાં કુંભાર અનુકૂળ છે એટલે કે નિમિત્ત છે, પણ ઘડો કુંભારથી બને છે એવું ત્રણકાળમાં નથી. નિમિત્તને અનુકૂળ અને નૈમિત્તિક પર્યાયને અનુરૂપ કહેવાય છે.
આ લાકડી આમ ઊંચી થાય તેને આંગળી અનુકૂળ છે, પણ લાકડીની ઊંચી થવાની પર્યાયને આંગળીએ કરી નથી. પોતાના પરિણમનસ્વભાવથી લાકડી ઊંચી થાય છે, તેમાં આંગળી અનુકૂળ છે અને લાકડીની જે નૈમિત્તિક પર્યાય થઈ તે તેને અનુરૂપ છે. અનુરૂપની પર્યાયને અનુકૂળ નિમિત્તે બનાવી નથી. બન્ને પોતપોતામાં પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે.
જીવમાં જે વિકાર થાય તે પોતાથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. તેમાં જડકર્મ નિમિત્ત છે પણ કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. જીવમાં જે વિકાર થાય તે અનુરૂપ છે અને જડકર્મ તેને અનુકૂળ છે. જીવને જે મિથ્યાત્વના પરિણામ થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી, પોતાની વીર્યશક્તિના ઊંધા પરિણમનથી સ્વતંત્રપણે થાય છે. તેમાં કર્મની અપેક્ષા બિલકુલ નથી. કર્મ નિમિત્ત હો, પણ નિમિત્તથી જીવને વિકાર થાય છે એમ ત્રણકાળમાં નથી.
આવી સ્વતંત્રતાની વાત સાંભળી લોકો ખળભળી ઊઠે છે. પણ ભાઈ ! આ વાત પરમ સત્ય છે. લોકોને અનાદિથી નિમિત્તાધીન દષ્ટિ છે અને અભ્યાસ પણ તેવો જ છે. એટલે આ સ્વતંત્રતાની વાત સમજવી કઠણ પડે છે. પણ શું થાય? સ્વભાવની દષ્ટિ કરે તો સહેજે સમજાય તેમ છે.
અહીં કહે છે કે પુદગલદ્રવ્યમાં નિરાબાધ પરિણમનશક્તિ છે. પોતાના ભાવે પરિણમતા પુદ્ગલદ્રવ્યને કોઈ પરદ્રવ્ય અન્યથા કરી દે એ ત્રણકાળમાં સંભવિત નથી. જીવમાં જ્યારે વિકાર થાય ત્યારે પુદ્ગલદ્રવ્ય સ્વતઃ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય છે. તે કર્મબંધનની પર્યાયને વિકાર નિમિત્ત છે, અનુકૂળ છે પણ વિકારને કારણે કર્મબંધન થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com