________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
આટલા શિષ્ય બનાવ્યા, આટલો ફાળો એકઠો કર્યો ઇત્યાદિ તું મિથ્યા કર્તુત્વનું અભિમાન કરે છે, પણ ભાઈ ! એ બહારનાં જડનાં કાર્ય કોણ કરે? એ તો થવા કાળે સ્વયં થાય છે. એ કાર્યો થવામાં તારી (પરની) અપેક્ષા કયાં છે? પ્રભો ! આ મિથ્યા અહંકારથી તને દુઃખ થશે.
પ્રશ્ન:- આ મોરપીંછી નીચે પડી છે તે શું એની મેળે ઊંચી થશે?
ઉત્તર- અરે ભાઈ ! સાંભળ. પુદ્ગલમાં જેમ પરિણમનશક્તિ છે તેમ ક્રિયાવતી-શક્તિ પણ છે. તેથી જે સમયે પીંછીનો ઊંચી થવાનો કાળ છે તે સમયે સ્વકાળને પ્રાપ્ત થયેલી પીંછી
શક્તિથી જ ઊંચી થવાની પર્યાયને પ્રાપ્ત થાય છે. કોઈ અન્ય તેનો કર્તા નથી. જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન નથી તે સમયે બીજો તેને કેમ ઊંચી કરી શકે? અને જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન સ્વતઃ છે તો બીજો ત્યાં શું કરે? કાંઈ નહિ. આ આકાશ છે તેનો ટુકડો લઈને કોઈ તેને ઊંચો કરી શકે છે? ના. કેમ? એવો જ તેનો સ્વભાવ છે. તેમ આનો-પુદ્ગલનો ક્રિયાવતીશક્તિરૂપ સ્વભાવ છે જે વડે સ્વકાળને પ્રાપ્ત પીંછી સ્વયં ઊંચી થવાના પરિણામરૂપ પરિણમી જાય છે. (સંયોગદષ્ટિ છોડીને વસ્તુના સ્વભાવથી જોતાં એમ ભાસે છે. ).
જેની દષ્ટિ વિપરીત છે તેને બધું ઊંધું દેખાય છે. તેને આ તત્ત્વની વાત બેસતી નથી. અરે ભગવાન! મિથ્યા શ્રદ્ધાને લઈને તેને અનંત-અનંત ભવ થયા છે. હવે દષ્ટિ પલટી દે. અહીં કહે છે કે ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું કદાપિ નહિ. અહાહા...જે રૂપે પદાર્થ પરિણમે તે રૂપે જ તે પદાર્થ છે, પરરૂપે કદીય નહિ. તેથી જડસ્વભાવવાળા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
* કળશ ૬૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
રૂતિ' આ રીતે “પુનિસ્ય' પુદ્ગલદ્રવ્યની “સ્વભાવમુતા પરિણામશgિ:' સ્વભાવભૂત પરિણમનશક્તિ “વસુ વિષ્ણા સ્થિત ' નિવિઘ્ન સિદ્ધ થઈ. “તસ્યાં સ્થિતીયાં' એ સિદ્ધ થતાં, “સ: ગાત્મન: યમ ભાવ રાતિ' પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે “તસ્ય સ: કવ ર્તા' તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે.
જુઓ, જીવ જ્યારે રાગાદિ ભાવે પરિણમે છે ત્યારે તે સમયે પુગલપરમાણુ પોતાની પર્યાયથી કર્મરૂપે પરિણમે છે, કેમકે તેમાં સહજ પરિણમનશક્તિ છે. પોતાની પરિણમનશક્તિથી પરિણમન થયું ત્યાં તે કર્મરૂપ પરિણમન થવામાં બાહ્ય કારણ શું છે? તો કહે છે કે જીવના વિકારના પરિણામ તેમાં નિમિત્ત છે. નિમિત્તનો અર્થ અનુકૂળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com