________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૬ ]
[ ૧૬૯
વચ્ચે અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાય અને બીજા પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. સંયોગદષ્ટિવાળાને બધું એક ભાસે છે. પણ ભાઈ ! અભાવ શું કરે? જડકર્મ બંધાય તે તે પર્યાયની જન્મક્ષણ છે. જડકર્મની પર્યાય સ્વતંત્ર પરમાણુથી થઈ છે; રાગના પરિણામથી કર્મની પર્યાય થઈ છે એમ છે જ નહિ.
આત્મા પરનું કાર્ય કરી શકતો નથી; આત્મા જડકર્મ બાંધતો નથી, જડકર્મને છોડતો નથી. પરને આત્મા શું કરે? ન જ કરે. ભાઈ ! આવી સૂક્ષ્મ તત્ત્વદષ્ટિ થયા વિના ધર્મ થવો સુલભ નથી. ભેદજ્ઞાન કરવું એ જ સાચો ઉપાય છે.
[ પ્રવચન નં. ૧૭૯
*
દિનાંક ૮-૯-૭૬]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com