________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે “આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું ?' એવો ઉપચાર છે, પરમાર્થ નથી.'
પુદ્ગલદ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે, અજ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમતો નથી. અજ્ઞાની જીવ તો અજ્ઞાનભાવે પોતાના રાગદ્વેષાદિ પરિણામને ૬ છે. તે રાગદ્વેષાદિન નિમિત્તે પુદ્ગલ દ્રવ્ય સ્વયં કર્મરૂપે પરિણમી જાય છે. તેમાં, અજ્ઞાની જીવનું કાંઈ કર્તવ્ય નથી. બધી વસ્તુ સ્વતંત્ર જુદી છે. રજકણો સ્વતંત્ર ચીજ છે. રજકણો સ્વયં જ્ઞાનાવરણાદિરૂપે પરિણમી જાય છે. તેમાં અજ્ઞાની જીવ કાંઈ કરતો નથી. છતાં આત્માએ કર્મ કર્યું એમ કહેવું તે ઉપચાર છે, આરોપ છે; પરમાર્થ નથી. આત્મા જડકર્મની અવસ્થાનો કર્તા નથી તો તે બીજાનો ઉદ્ધાર કરે અને દેશની સેવા કરે ઇત્યાદિ વાત કયાં રહી? સમાજનાં, દેશનાં કે બીજાં બહાર જે પરદ્રવ્યનાં કાર્ય થાય તેનો આત્મા કર્તા નથી.
ભગવાન! તારો તો ચૈતન્યદેશ છે. તેમાં જ્ઞાન આદિ અનંત ગુણથી ભરેલો કિંમતી માલ છે. શ્રીમદે કહ્યું છે કે
હમ પરદેશી પંખી સાધુ, આર્ય દેશ કે નાહિ રે
અહાહા...! જ્ઞાની કહે છે કે આ હિંદુસ્તાન અને સૌરાષ્ટ્ર તે અમારો દેશ નથી. અમારો દેશ તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. આવા પોતાના દેશને ઓળખી તેમાં જ સ્થિર થઈને વસવું-રહેવું તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, તે મોક્ષમાર્ગ અને મોક્ષપદરૂપ છે.
* ગાથા ૧૦૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું'' એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ““જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે.”
પુદ્ગલદ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. આત્મા જડકર્મપણે પરિણમતો નથી. આત્માએ જડકર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. જડકર્મની જે પ્રકૃતિ બંધાય તે પુદ્ગલથી બંધાય છે, તેનો આત્મા કર્તા નથી. તો પછી વેપાર, ઉદ્યોગ વગેરે જે બહારની પરદ્રવ્યની ક્રિયા થાય તેને આત્મા કરે એ વાત જ કયાં રહી ? પરપરિણતિને કોણ કરે? અજ્ઞાનભાવે જે વિકારી ભાવ થાય તે એમાં નિમિત્ત છે. તેથી આત્માએ જડકર્મ કર્યું એમ કહેવું તે ઉપચાર છે, પરમાર્થ નથી.
સંયોગદષ્ટિવાળાને આ વાત બેસવી મહા કઠણ છે. પરનાં કાર્ય જીવ કરે એમ માનવું એ બે દ્રવ્યોની એકતાબુદ્ધિ છે. તેણે બે દ્રવ્યોની ભિન્નતા માની નથી. બે દ્રવ્યો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com