________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૦૧ : મથાળું
હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે:
* ગાથા ૧૦૧ : ટીકા ઉપરનું પ્રવચન *
જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી.'
ગાથી બહુ સરસ છે. અનંતકાળમાં જે કર્યું નથી એની આ અપૂર્વ વાત છે. ભાઈ ! શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. અહીં દષ્ટાંત આપ્યું છે.
ગાયના દૂધના રસનો જે સામાન્યભાવ છે તે ગોરસ છે. ગોરસ પોતે વ્યાપીને દહીંદૂધના જે ખાટા-મીઠા સ્વરૂપે પરિણામ છે તેરૂપે ઊપજે છે, પરિણમે છે. દહીં-દૂધના જે ખાટામીઠા પરિણામ છે તે ગોરસનું કાર્ય (વિશેષ) છે. તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી. દૂધ મેળવે ત્યાં દૂધનું દહીં થાય, મલાઈ થાય, માખણ થાય ઇત્યાદિ-એ બધી ગોરસની અવસ્થાઓ છે; તે અવસ્થાઓમાં-ખાટી-મીઠી અવસ્થાઓમાં ગોરસ વ્યાપ્ત છે. એ ગોરસનો તટસ્થ જોનાર પુરુષ તે અવસ્થાઓનો કર્તા નથી. માત્ર તેનો જોનાર છે. ખાટા-મીઠા પરિણામનો કર્તા ગોરસ છે, તટસ્થ (સમકિતી) પુરુષ તેનો કર્તા નથી, દેખનારો જ છે.
- હવે આવી વાત સમજવા જીવે અનંતકાળમાં ફુરસદ લીધી નથી. ભાઈ ! આ જેટલો સમય જાય છે તે મનુષ્યજીવનમાંથી ઓછો થતો જાય છે. આ મનુષ્યજીવનમાં સમજણ ન કરી તો આવો અવસર ક્યારે મળશે ભાઈ ! સ્ત્રીને, પુત્રને, કુટુંબને રાજી રાખવામાં આખી જિંદગી ચાલી જાય પણ અંદર વસ્તુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પડયો છે તેની દષ્ટિ ન કરી તો મરીને તું કયાં જઈશ ભાઈ? જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈને પડશે તે નિશ્ચિત નથી તેમ આ સંસારમાં આત્માના ભાવ વિના સંસારમાં રખડતા જીવો મરીને ક્યાંય કાગડ, કુતરે, કંથને,.....ચાલ્યા જશે!
જેમ નદીના કિનારે કોઈ પુરુષ સ્થિર ઊભો છે તે પાણીના પ્રવાહના લોઢના લોઢ વહી જાય તેનો તે માત્ર જોનારો છે; જે પ્રવાહુ વહી રહ્યો હોય તેનો એ કર્તા નથી. તેમ ખાટા-મીઠા ગોરસના જે પરિણામ થાય તેનો તટસ્થ પુરુષ કર્તા નથી, માત્ર જોનારો જ છે. અહીં કહે છેતેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પુગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી.'
જ્ઞાનાવરણાદિ કર્મની પર્યાય પુદગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતી થકી પુદગલના પરિણામ છે. જ્ઞાની તેને કરતો નથી. આત્મા તેમાં વ્યાપ્ત થઈને તે પુગલદ્રવ્યની પર્યાયને કરતો નથી. જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે એમ જાણતો જ્ઞાની તેને કરતો નથી. અજ્ઞાની રાગપરિણામનો કર્તા થાય છે માટે તેના રાગાદિ પરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com