________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
કર્મની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જેમ ખાટા-મીઠા ગોરસના પરિણામનો તટસ્થ પુરુષ જોનાર છે, કર્તા નથી બસ તેમ જ્ઞાની જ્ઞાનાવરણાદિનો જાણનાર છે, કર્તા નથી. અહાહા..! હું તો ચૈતન્યમૂર્તિ જાણગસ્વભાવી ભગવાન આત્મા છું એવું જેને ભાન થયું તે સમ્યગ્દષ્ટિ જ્ઞાનાવરણીયાદિ કર્મ જે બંધાય તેનો જાણનાર છે, કર્તા નથી. છ કારણે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે, તે જ્ઞાનાવરણીય-કર્મની પર્યાયમાં અજ્ઞાનીનો રાગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે, જ્ઞાની તો નિમિત્તકર્તા પણ નથી. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનમાં જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિનો બંધ થાય તેને જ્ઞાની જાણે છે પણ તેનો કર્તા નથી.
હવે કહે છે-“પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું જે ગોરસ-પરિણામનું દર્શન ( જોવાપણું) તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી ( જ્ઞાનીથી) વ્યાપ્ત થઈને ઉપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.”
હું આમ કરું ને તેમ કરું એમ પદ્રવ્યની પર્યાયનો જે કર્તા થાય તે મૂઢ છે, અજ્ઞાની છે. અહીં કહે છે કે ગોરસનો જોનાર ગોરસપરિણામનું જે દર્શન તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે. દેખવાના પરિણામમાં તે પુરુષ વ્યાપ્ત છે, પણ ગોરસના પરિણામમાં તે વ્યાપ્ત નથી. દેખનારો ગોરસની પર્યાય છે તો તેને દેખે છે એમ નથી. પોતાથી સ્વતઃ દેખે છે. ખાટા-મીઠા પરિણામને દેખે છે તે સ્વતઃ પોતાથી પોતાના પરિણામને દેખે છે. ગોરસના પરિણામને જોનારને ખરેખર તો સ્વત: પોતાથી પોતાના દષ્ટાપરિણામનું જ્ઞાન થાય છે. જડની પર્યાયને જોનાર જ્ઞાની જવાના પોતાના પરિણામમાં વ્યાપીને માત્ર જાણે જ છે.
જ્ઞાનાવરણીય કર્મ જે બંધાય તે પર્યાય તો જડની જડથી થઈ છે. તે જ્ઞાનાવરણીયના બંધમાં નિમિત્ત થાય એવો જે વિકારી ભાવ તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાની માત્ર તેનો જ્ઞાતા છે. તે પરિણામને જાણનારો જ્ઞાની જ્ઞાનાવરણીયની પર્યાયમાં નિમિત્ત પણ નથી, જ્ઞાનાવરણીયનું જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં જ્ઞાની વ્યાપ્ત છે, જ્ઞાનાવરણીયમાં વ્યાપ્ત નથી.
અરે ભાઈ ! જન્મ-મરણ કરીને જીવે અત્યાર સુધી અનંત ભવ કર્યા છે અને મિથ્યાત્વ પડયું છે ત્યાં સુધી બીજા અનંત ભવ કરશે કેમકે મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ પડેલા છે. હજારો રાણીઓને છોડીને સાધુ થાય, જંગલમાં રહે અને વ્રત પાળે પણ જડની ક્રિયાનો કર્તા પોતાને માને તે મિથ્યાદષ્ટિ છે અને તે ચાર ગતિમાં રખડપટ્ટી જ પામે છે.
જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના પરિણામમાં, અજ્ઞાની કે જે રાગનો કર્તા છે તેના યોગ અને ઉપયોગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની સમકિતી તો સ્વતઃ જાણવાવાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com