________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૧
ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्
जे पोग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।।१०१ ।।
ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि। न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।। १०१ ।।
હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે –
જ્ઞાનાવરણ આદિક જે પુગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧.
ગાથાર્થ:- [ ] જે [ જ્ઞાનાવરણ નિ] જ્ઞાનાવરણાદિક [પુનિંદ્રવ્યTI ] પુદ્ગલદ્રવ્યોના [પરિણામ:] પરિણામ [ ભવન્તિ] છે [તાન] તેમને [: માત્મા] જે આત્મા [ન રોતિ ] કરતો નથી પરંતુ [ નાનાતિ ] જાણે છે [: ] તે [ જ્ઞાની] જ્ઞાની [ભવતિ] છે.
ટીકાઃ- જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે ભાસ થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલ દ્રવ્ય વડે ભાસ થઈને ઊપજતા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. તેમને જ્ઞાની કરતો નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર. પોતાથી (જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જાએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાસ થઈને ઊપજતું, પુદ્ગલ દ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા
વળી એવી જ રીતે “જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com