________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ભાવાર્થ આમ છે કે જેમ અગ્નિ સંયોગથી પાણી ઊભું કરવામાં આવે છે, કહેવામાં પણ “ઊનું પાણી’ એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં (પાણી અને અગ્નિના સ્વભાવને લક્ષમાં લેતાં) ઊષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન વિચારતાં ઉપજે છે. (જેને આત્માનો અનુભવ થયો છે તેવા સમ્યજ્ઞાનીને આવો યથાર્થ ખ્યાલ આવે છે. સંયોગ આધીનદષ્ટિવાળા અજ્ઞાનીને “ગરમ પાણીમાં ઉષ્ણતા અગ્નિની છે અને પાણી સ્વભાવથી શીતળ છે એવો ખ્યાલ આવતો નથી).
બીજું દષ્ટાંત-જેમ ખારો રસ, તેના (ખારા લવણના રસના) વ્યંજનથી (શાકથી) ભિન્નપણા વડે “ખારો લવણનો સ્વભાવ” એવું જાણપણું તેનાથી વ્યંજન ખારૂં” એમ કહેવાતુંજણાતું તે છૂટયું; ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે. (શાક બનાવવામાં આવે છે ). ત્યાં “ખારૂં વ્યંજન” એમ કહેવાય છે, જણાય પણ છે, સ્વરૂપ વિચારતાં ખારૂં લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. હવે સિદ્ધાંત
એ પ્રમાણે શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે, –એવું જે શુદ્ધસ્વરૂપ છે તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું ભિન્નપણું થાય છે.
ભાવાર્થ આમ છે કે-( પ્રશ્ન) સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન, ક્રોધ ભિન્ન–એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું! “કર્મનો કર્તા જીવ' એવી ભ્રાન્તિ તેને મૂળથી દૂર કરે છે
પરનું વાસ્તવિક જ્ઞાન જેને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાનીને જ હોય છે. ( શિખંડ મીઠો છે એમ કહેવામાં આવે છે ત્યારે પણ) શિખંડમાં જે ખટાશ છે તે દહીંની છે અને મીઠાશ ખાંડની છે-એમ બેની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન જેને સ્વના આશ્રયે સમ્યજ્ઞાન થયું છે તેને હોય
છે.
‘નવજીસ્વામે ભુલી: જ્ઞાનાત્ વ ૩7 સતિ' લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે ( અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે).'
લવણ અને શાક-એ બેના સ્વાદના ભેદની ભિન્નતાનું જ્ઞાન જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને સ્વના જ્ઞાનનું પરિણમન નથી તો પરને પ્રકાશનું પરપ્રકાશક જ્ઞાન યથાર્થ ક્યાંથી હોય? ન જ હોય. (શાક ખારું છે એમ કહેવામાં આવે તે કાળે પણ) લવણના સ્વાદથી શાકનો સ્વાદ સર્વથા ભિન્ન છે એવું જ્ઞાન જ્ઞાનથી જ પ્રગટ થાય છે. કોને? કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com