________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૯૩
જેને પોતાના જ્ઞાનનું જ્ઞાન પ્રગટ થયું છે તેને શાક અને લવણના-બંનેના ભિન્નસ્વાદનું જ્ઞાન પ્રગટ થાય છે. આ દષ્ટાંતમાં જ સિદ્ધાંત છે.
‘સ્વરવિવસનિત્યચૈતન્યધાતો: દ્રોધાવે: ઉમા' નિજરસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, “વર્તમામ મિન્વતી' ક્ત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો ‘જ્ઞાનાત ઇવ પ્રમવતિ' જ્ઞાનથી જ પ્રગટ થાય છે.'
આત્મા નિત્ય ચૈતન્યધાતુ છે તે પર્યાયમાં વિકસિત થાય છે. જેમ કમળનું ફૂલ ખીલે તેમ આત્મા નિત્ય ચૈતન્યધાતુ નિજરસથી પર્યાયમાં ખીલી જાય છે. તે વખતે વ્યવહારરત્નત્રયનો રાગ હોય તેને જ્ઞાન (પર શેયપણે ) જાણે છે. નિજરસથી વિકસિત થયેલી પર્યાયથી રાગને જાણે છે. રાગ છે તો રાગને જાણે છે એમ નથી કહ્યું. નિજરસથી વિકસિત થયેલી સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયથી રાગાદિ ભાવને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહાહા ! ગજબ વાત છે! બે દષ્ટાંત આપ્યાં છે; આ સિદ્ધાંત છે. આ જ વાતને બારમી ગાથામાં બીજી રીતે કહી કે-વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. પોતાના ત્રિકાળી ભૂતાર્થ ભગવાનના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન નિજરસથી વિકસિત થયું છે. તે જ્ઞાનપર્યાય પોતાથી વિકસિત થઈ છે. રાગ છે તો રાગને જાણતું જ્ઞાન અહીં પર્યાયમાં પ્રગટ થયું છે એમ નથી.
પ્રભુ! તારો સ્વભાવ એવો છે કે તે નિજરસથી વિકસિત થાય છે. નિત્ય ચૈતન્ય-ધાતુનું પર્યાયમાં પરિણમન થતાં ક્રોધાદિ ભાવોના દ્ભૂત્વને તોડતું જ્ઞાન પ્રગટ થાય છે. વ્યવહારનો રાગ આવે તેને જ્ઞાન પરજ્ઞયપણે જાણે છે અને તેથી તેના દ્ઘત્વને ભેટે છે. (નાશ કરે છે.) રાગનું ક્નત્વ ઉડાવી દે છે, અને નિજરસથી જે જ્ઞાન-સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનનો કર્તા થાય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધાતુ છે. તેની સ્વપરપ્રકાશક પર્યાય જે પ્રગટ થઈ તે નિજરસથી-નિજશક્તિથી પ્રગટ થઈ છે. તે જ્ઞાનની પર્યાય ક્રોધાદિભાવ એટલે વિકારીભાવના દ્ભૂત્વને છેદતી પોતાની સ્વપરપ્રકાશક શક્તિથી ક્રોધાદિ ભાવને જાણે છે. જ્ઞાનની પર્યાય જે પોતાના નિજરસથી પ્રગટ થાય છે તેને પોતાની ન માનતાં રાગને પોતાનો માને તો તેનું ક્ત્વ થઈ જાય. રાગને ભિન્ન જાણનાર જ્ઞાન રાગના ઝૂત્વને છેદીને રાગનું જ્ઞાતા થઈ જાય છે.
વ્યવહારનો રાગ તે ક્રોધ છે. સ્વરૂપમાં નથી અને સ્વભાવથી વિરુદ્ધ છે માટે તેને ક્રોધ કહે છે. ક્રોધ એટલે રાગ-તેને ભિન્ન જાણતું જ્ઞાન ક્નત્વને છેદતું પ્રગટ થાય છે. રાગને ભિન્ન જાણ્યો એટલે પરનું ક્નત્વ ન રહ્યું; પરને જાણનારું જ્ઞાન છે પણ તે પરથી થયું છે વા પર છે માટે થયું છે એમ નથી. અહાહા ! તે સમયની સ્વપરપ્રકાશક શક્તિના વિકાસથી જ્ઞાન થયું છે અને તે સ્વને જાણતાં પર-રાગને જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com