________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૯૧
અરે! અજ્ઞાની કરોળિયાની જેમ જાળમાં ફસાઈ ગયો છે. મનુષ્યને બે પગ છે. પછી તે પરણે એટલે ચાર પગ થાય, એટલે કે તે ઢોર થાય. પછી એને છોકરો થાય એટલે તે છપગો ભમરો થાય. ભમરાને છ પગ હોય છે. અજ્ઞાની ભમરાની જેમ જ્યાં-ત્યાં ગુંજે-આ મારી બાયડી; આ મારો છોકરો એમ ગુંજે. પછી છોકરો મોટો થાય એટલે એને પરણાવે. છોકરાની વહુ ઘરમાં આવે એટલે આઠપગો કરોળિયો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયાની જેમ મનુષ્ય પોતે જ જાળ કરી કરીને તેમાં ફસાઈ જાય છે. વરઘોડિયાં પગે લાગવા આવે એટલે અજ્ઞાની ખુશી ખુશી થઈ જાય, પણ એને ખબર નથી કે આ દુઃખની જાળ રચી છે. અરે ભાઈ ! સંસારમાં સુખ કેવું? સંસારમાં–રાગમાં તું દુઃખી જ છો.
કન્યાને સાસરે વળાવે ત્યારે વિરહના ભારથી કન્યા રડે છે, એની માતા પણ રહે છે. બહારથી વિરહના દુઃખમાં રડે છે પણ અંદર કન્યાને સાસરે જવાનો હુરખ હોય છે. તેમ રાગ જ્ઞાનીને આવે છે પણ રાગનો જ્ઞાનીને આદર નથી. ધર્મીને તો પોતાના સ્વરૂપમાં ઠરવાનો ઉલ્લાસ છે; પણ ઠરી ન શકે તો રાગ આવે છે. પરંતુ રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે, કેમકે જ્ઞાનીની દષ્ટિ ચૈતન્યસ્વભાવ પર ચોંટેલી છે. જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એટલું પરિણમનની અપેક્ષાએ કર્તાપણું છે, પણ પરમાર્થે તે જ્ઞાતા જ છે કેમકે રાગ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ જ્ઞાની માનતો નથી. જ્ઞાની સ્વપરનો ભેદ જાણે છે. માટે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે. સમયસાર નાટકમાં આવે છે કે
“ “સ્વપર પ્રકાસક સકતિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી;
ય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપ ભાસી.''
અહા! નિજરૂપ તે સ્વય અને રાગાદિ તે પરય છે. જ્ઞાન પરને-રાગને જાણે એમ કહેવું એ ખરેખર વ્યવહાર છે; વાસ્તવમાં તો તે કાળે જ્ઞાન પોતે પોતાને જાણે છે. સ્વપરના ભેદને જે જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. પ૯ કળશ પૂરો થયો.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે:
* કળશ ૬૦ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
વનન-પયો: શૌખ્ય-શૈત્ય-વ્યવસ્થા' (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ “જ્ઞાનાત્ વ' જ્ઞાનથી જ પ્રગટ થાય છે. આનો અર્થ કરતાં કળશટીકામાં એમ કહ્યું છે કે “જેમ અગ્નિ અને પાણીના ઊષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાયછે તેમ.''
Please inform us of any errors on rajesh@AtmaDharma.com