________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું.
રાગાદિ વિકારો પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને તે નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થાય છે. પ્રથમ કહ્યું કે વિકારી ભાવોનો સ્વામી પુદ્ગલ છે. હવે કહ્યું કે તે પરદ્રવ્યપ્રવૃત્તિ છે. તે પોતાના અપરાધથી પરદ્રવ્યના નિમિત્તે થાય છે. તે પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું-એમ કહે છે.
અહો ! અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડયાં છે! ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તે પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. તેના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. ક્રોધાદિક વિકાર ઉત્પન્ન કેમ થાય છે? તો કહે છે કે સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આગ્નવો ઉત્પન્ન થાય છે. પરંતુ કહે છે કે હવે પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાનદર્શનસ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસ્રવોથી હું નિવત્ છું.
પહેલાં પરમાર્થરૂપ વસ્તુસ્વરૂપ કહ્યું કે હું એક છું, શુદ્ધ છું, રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો નિર્મમ છું, જ્ઞાનદર્શન-પૂર્ણ છું, પરમાર્થ વસ્તુવિશેષ છું. હવે પર્યાયની વાત કરી કે પર્યાયમાં રાગ થયો કેમ? તો કહે છે કે પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં વિશેષરૂપ ચંચળ કલ્લોલો-વિકલ્પો થતા હતા. તે સર્વના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. આસ્રવનો નિરોધ સંવર છે. પુણ્ય-પાપના વિકલ્પો તે આસવો છે. પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય-પાપના જે ચંચળ કલ્લોલો તેનો નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિરોધ કરતાં આગ્નવોની નિવૃત્તિ-ક્ષય થાય છે. જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે. તેનો અનુભવ કરતાં ચેતનમાં થતા ચંચળ કલ્લોલોનો નિરોધ થાય છે અને આસ્રવોથી નિવૃત્તિ થાય છે. મિથ્યાત્વને છોડવાની આ રીત છે.
પ્રશ્ન:- વ્યવહાર સાધન છે કે નહિ? પંચાસ્તિકાયમાં સાધન કહ્યું છે.
ઉત્તર- પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધનની વાત આવે છે. પરંતુ એ તો સાધનનું નિરૂપણ બે પ્રકારે છે, સાધન બે પ્રકારનાં નથી. સાધન તો એક જ પ્રકારનું છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજી કહે છે કે જેને નિશ્ચય સમ્યગ્દર્શન થયું છે ત્યાં એની સાથે દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ સહુચરપણે હોય છે. તેને સહુચર દેખીને, નિમિત્તથી ઉપચાર કરીને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. ખરેખર છે તો રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com