________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૭
સમયસાર ગાથા ૭૩ ] બંધનું કારણ, પણ સહચર દેખીને આરોપ કર્યો છે. પછી લખ્યું છે કે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું આવું લક્ષણ જાણવું.
રાગથી ભિન્ન પડીને અનુભવ દ્વારા સ્વરૂપનું નિશ્ચય સાધન પ્રગટ થયું છે ત્યાં સાથે રાગની મંદતાનું સહુચરપણું દેખીને તેને વ્યવહાર સાધનનો આરોપ આપવામાં આવ્યો છે. એ તો ઉપચારથી આરોપ આપ્યો છે, એ કાંઈ યથાર્થ સાધન નથી. સાધન બે નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. કારણ તો એક જ છે. સાધન કહો, કારણ કહો, ઉપાય હો એ બધું એક જ છે, એક જ પ્રકારે છે. કથન બે પ્રકારે હોય છે-એક નિશ્ચય અને બીજું વ્યવહાર તેમાં નિશ્ચય તે સત્યાર્થ છે અને વ્યવહાર તે ઉપચાર-અસત્યાર્થ છે.
આત્મામાં પુણ્ય-પાપના ક્રોધાદિ ભાવો ક્યાંથી થયા? એ ભાવો કાંઈ જડમાં તો થયા નથી. પોતાની પર્યાયમાં પોતાના અપરાધથી અજ્ઞાનથી ઉત્પન્ન થયા છે. અજ્ઞાનવડ ઉત્પન્ન થયેલા તે આગ્નવો દ્રવ્યદષ્ટિ વડે, શુદ્ધ ચૈતન્યના આશ્રયના પુરુષાર્થ વડે, સર્વ ક્ષય કરું છું એમ અહીં કહ્યું છે. દ્રવ્યદૃષ્ટિમાં સર્વ આગ્નવોની નાસ્તિ છે તેથી સર્વને ક્ષય કરું છું એમ કહ્યું છે. અલ્પ અસ્થિરતા રહી છે તે પણ પુરુષાર્થના બળે અલ્પકાળમાં ક્ષય થવા યોગ્ય છે તેથી સર્વને ક્ષય કરું છું એમ લીધું છે. પ્રથમ તો આવો વિકલ્પમાં નિશ્ચય થાય છે એની આ વાત થઈ. માર્ગને પામવાની આ રીત છે.
એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે
જાઓ! આત્મામાં આમ નિશ્ચય કરીને એમ કહ્યું છે. ભાઈ ! માર્ગ જેવો છે તેવો પ્રથમ નિશ્ચય કરવો જોઈએ. તેમાં બીજી રીતે માનવા જઈશ તો માર્ગ હાથ નહિ આવે. મિથ્યાત્વના આસ્રવથી નિવર્તવા માટે પહેલાં આંગણામાં ઊભા રહીને પોતાની ચીજ આ છે એવો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ. આવો નિશ્ચય કરીને અંદર પ્રવેશીને અનુભવ વડે સર્વ આગ્નવોનો ક્ષય કરું છું એમ કહ્યું છે. આ અપ્રતિહત પુરુષાર્થના ઉપાડની વાત કરી છે.
અહો ! સંતોએ ગજબ કામ કર્યા છે. ૭રમી ગાથામાં તો એને ત્રણ ત્રણ વાર ભગવાન કહીને બોલાવ્યો છે. જાગ રે નાથ! જાગ; રાગમાં એન્ધ કરીને સૂવું તને પાલવે નહિ. નિર્મળ પરિણતિમાં જાગ્રત થવું એ તારી શોભા છે, ભગવાન! ભગવાન તું અત્યંત શુચિ, વિજ્ઞાનઘન સ્વરૂપ અને સુખનું કારણ છો. આવો ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં આગ્નવોનો ક્ષય થાય છે. પરિભાષા સૂત્ર બાંધ્યું છે ને! ગાથા ૭ર પછી યથાસ્થાને આ ગાથા ૭૩ મૂકી છે. દરેક ગાથા યથાસ્થાને મૂકી છે. કહે છે–ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com