________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૩ ]
[ ૬૫ સ્ત્રીને લોકો અર્ધાગના કહે છે. એમ કે-અડધું અંગ મારું અને અડધું અંગ તારું-એમ તેઓ માને છે. પણ એ તો બધી મૂઢ લોકોની ભ્રમણા છે, એ તો મિથ્યાત્વની માન્યતા છે. પરના સ્વામીપણાની તો અહીં વાત જ કયાં છે? અહીં તો કહે છે કે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું. આ તો પ્રથમ આવો વિકલ્પથી નિર્ણય કરે, પછી સ્વભાવનો ઉગ્ર પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી જાય છે. ભાઈ ! આ માર્ગ હાથ આવે એના જન્મ-મરણના ફેરા મટી જાય એવી આ વાત છે. આ ત્રણ બોલ થયા.
હવે ચોથો બોલ કહે છે:-- “ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું ) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું.” સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન એમ દર્શન-જ્ઞાન વડે પરિપૂર્ણ વસ્તુ છું. આત્મા વિકારપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. અહીં કહે છે કે જ્ઞાન-દર્શનસ્વભાવથી પરિપૂર્ણ છું. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નહિ, પણ હું તો જ્ઞાનદર્શનસ્વભાવથી પરિપૂર્ણ વસ્તુ છું.
ભાઈ ! આ મિથ્યા ભ્રાન્તિનું મોટું તોફાન છે તેને શમાવવાની-મટાડવાની આ વાત ચાલે છે. મિથ્યાત્વરૂપી આસ્રવથી નિવર્તવાનો ઉપાય શું? આ પ્રશ્નનો ઉત્તર ચાલે છે. કહે છે કે હું જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું એમ પ્રથમ નક્કી કર. સામાન્ય અને વિશેષ વડ પરિપૂર્ણપણું હોવાથી હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું અહીં સુધી તો વિકલ્પથી નિર્ણય કરવાની વાત છે કે
-હું અખંડ જ્ઞાનજ્યોતિસ્વરૂપ વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે એક છું. –ષકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. -રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું. -જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું.
વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. આકાશ જેમ પદાર્થ છે, પરમાણુ જેમ પદાર્થ છે તેમ હું પણ પારમાર્થિક વસ્તુવિશેષ છું, એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. આ પ્રમાણે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે છે એની આ વાત છે. વિકલ્પ તોડીને અનુભવ કરવાની વાત પછી કહેશે. આ તો બીજાઓએ (અજ્ઞાનીઓએ) કહેલો જે આત્મા તેનાથી જુદો પરમાર્થસ્વરૂપ આત્માનો નિર્ણય કરવા વિકલ્પ દ્વારા હું આવો છું એમ પ્રથમ શિષ્ય નિર્ણય કરે છે.
હવે કહે છે-“તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com