________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૭
સમયસાર ગાથા ૭ર ] એની સન્મુખ થયા વિના, એનાથી વિમુખ થઈને રાગનો જ સ્વીકાર કરીને મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે.
જીવ મરતો હશે? ભાઈ ! એ તો જીવતી-જાગતી જ્યોત સદા પ્રગટ જ છે. દ્રવ્ય તો ત્રિકાળ સત છે. પરંત જીવનું જે ત્રિકાળી સત્ત્વ-જીવન્ત છે અને તે માન્યું નથી. રાગની રુચિમાં તારા ત્રિકાળી જીવનનો તે ઈન્કાર કર્યો છે તેથી મરણતોલ કરી નાખ્યો એમ અહીં કહ્યું છે. અરેરે ! રાગની રુચિના ફંદમાં ફસાઇને તે અનાદિથી જન્મ-મરણની પરંપરાનાં કષ્ટો જ ઉઠાવ્યાં છે તેથી મરણતોલ કરી નાખ્યો એમ કહ્યું છે. “તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે.”
નયનની આળસે રે નીરખ્યા ન નયણે હરિ' –એમ આવે છે ને! આ હરિ એટલે અજ્ઞાન, રાગ, અને દ્વેષને જે હરી લે તે હરિ. એ હરિ તો ચિદાનંદઘન પ્રભુ પોતે જ છે. આ ભગવાનનો ઉપદેશ છે. પ્રભુ! તારી ચીજ તો રાગથી-દયા, દાન, વ્રત, તપ આદિના વિકલ્પથી ભિન્ન અંદર પરમ પવિત્ર શુદ્ધ ચૈતન્યમય વસ્તુ પડી છે. તે સદા મોજુદ છે. તેમાં દષ્ટિ કર. આ ભગવાનનો ઉપદેશ છે.
કળશટીકામાં ચોથા કળશમાં આવે છે કે જિનવચનનું સેવન કરવાથી–જિનવચનમાં રમવાથી મોહનો નાશ થાય છે. એનો અર્થ શું? ભગવાન જિનેશ્વરદેવે કહેલા ભાવમાં જે પુરુષ રમે છે તેને મિથ્યાત્વકર્મનું વમન થઈને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં જે રમે અર્થાત્ તેનો જે આશ્રય કરે તેને ભ્રાન્તિ છૂટી જાય છે. આ ભગવાનનો ઉપદેશ છે-કે ત્રિકાળી આનંદનો નાથ આશ્રય કરવા યોગ્ય છે.
ત્યાં કોઈ વળી કહે છે કે જૈનધર્મમાં તો બે નયનું ચૂર્ણ કરવાનું કહ્યું છે ને?
સમાધાન- ભાઈ ! બે નયનું ગ્રહણ કરવું એટલે શું ? બે નયનો વિષય તો પરસ્પર વિરુદ્ધ છે. શુદ્ધનયરૂપ આત્મા શુદ્ધ ચૈતન્યઘન અંદર ત્રિાળી વસ્તુ મોજુદ છે તે એકને જ ઉપાદેયપણે ગ્રહણ કરવાનું ભગવાનની દશનામાં આવ્યું છે. અહહા! વસ્તુ જે મલિનતા રહિત, હીણપ રહિત અને વિપરીતતા રહિત અતિનિર્મળ પૂર્ણ ચૈતન્યમય ભગવાન છે તે એક જ ઉપાય છે એમ ભગવાનની વાણીનું ફરમાન છે. રાગથી ભિન્ન પડીને જ્યાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું ત્યાં રાગથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યમય પરિણમન થઈ ગયું. આ રીતે આત્મા આસવોથી નિવૃત્ત થાય છે. (વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. એ જ વ્યવહારનયને ગ્રહણ કરવાનો આશય છે.
અને જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી, પુણ્યપાપના ભાવથી દષ્ટિ ખસી ગઈ એનું નામ ભેદજ્ઞાન છે. કોઈ વળી આમાંથી એવો અર્થ કાઢે છે. કે પુણ્ય-પાપના ભાવ બીલકુલ થાય જ નહિ એને ભેદજ્ઞાન કહેવાય. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com